ભગવાન..જામનગરને નવા વર્ષે ડેન્ગ્યુ સહિતના રોગચાળામાંથી મુક્તિ અપાવ..

લોકો કરી રહ્યા છે પ્રાર્થના..

ભગવાન..જામનગરને નવા વર્ષે ડેન્ગ્યુ સહિતના રોગચાળામાંથી મુક્તિ અપાવ..

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામાં અને ખાસ કરીને જામનગર શહેરમાં ડેન્ગ્યુ એ હાહાકાર મચાવી દીધો છે, રાજ્યમાં સૌથી વધુ કેસો જામનગરમાં ડેન્ગ્યુના નોંધાયા છે, જે સર્વવિદિત છે, અને હજુ પણ ખાસ કાઈ જોઈએ તેવો ડેન્ગ્યુનો રોગચાળો કાબુમાં પણ નથી આવ્યો ગઈકાલે જ નવા ૭૩ પોજીટીવ કેસો જી.જી.હોસ્પિટલમાં સામે આવ્યા છે, અને અત્યાર સુધીમાં જી.જી.હોસ્પિટલમાં ૧૬ જેટલા દર્દીઓના ડેન્ગ્યુ પોજીટીવથી મોત પણ થઇ ચુક્યા છે, ત્યારે આજે દીપાવલીનો મહાપર્વ છે, ત્યારે ભગવાન પાસે લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે હે ભગવાન નવા વર્ષે તો જામનગરને ડેન્ગ્યુ સહિતના રોગચાળા થી મુક્ત કરીએ...માય સમાચાર ન્યુઝ પોર્ટલની ટીમ પણ ભગવાનને પ્રાર્થના કરી રહી છે કે જામનગર સાથે સમગ્ર ગુજરાત રોગમુક્ત, પ્રદુષણમુક્ત, વ્યસન મુક્ત બને અને હરિયાળું ગુજરાત બને અને સૌ કોઈમાં ભાઈચારાની ભાવના બની રહે...હેપ્પી ન્યુ યર...

-લોકો તમે પણ જાગૃત બનો...ઘરમાં ના થવા દો મચ્છર..
ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગોને નાથવા હશે તો તંત્રની સાથે સાથે લોકોએ પણ જાગૃત થવું પડશે..શક્ય નથી કે તંત્ર એક-એક ઘરમાં જઈને સફાઈ કરે..તમારી આસપાસ સાફ સફાઈ રહે મચ્છરના બ્રીડીંગ ના થાય તેની તમે પણ તકેદારી રાખી નવા વર્ષે નીરોગી બનીએ તેવો સંકલ્પ પણ કરો.