જૂનાગઢથી ખંડણી માટે વેપારીનું અપહરણ થયું અને હર્ષદ પાસેથી પોલીસે ઝડપી પાડ્યા
ત્રણ ઝડપાયા...

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગતરાત્રીના દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે જૂનાગઢમાં રહેતા અને કારખાનું ચલાવતા વેપારી જીતેનભાઇ જયંતીભાઈ સંઘાણીને કોઈ ત્રણ અજાણ્યા ઇસમો ખંડણી વસુલવાને ઈરાદે જીતેનભાઈની જ કારમાં અપહરણ કરી લઇ ગયા હોવાના મેસેજ પરથી કલ્યાણપુર પોલીસ હર્ષદ ચેક પોસ્ટ નજીક વાહન ચેકિંગમાં હોય અને જે કારનો નંબર પોલીસકંટ્રોલરૂમમાં મળ્યો હતો તે કાર જી.જે.11 એ.એસ.4800 નંબરની કાર આવતા તેને રોકતા અંદરથી અપહ્યુત જીતેનભાઇ પણ મળી આવ્યા હતા,જે બાદ પોલીસે કારમાંથી કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, તેમાંથી એક શખ્સ કાયદાથી સંઘર્ષિત છે, પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી એક સોનાનો ચેન, રોકડ રૂ.24,000/- તેમજ બે છરી તેમજ ડસ્ટર કાર નંબર .જે.11 એ.એસ.4800 સહિતના મુદામાલ સાથે મળી ભોગ બનનાર જીતેનભાઇ જયંતીલાલ સંઘાણીની અપરહણકારોની ચુંગાલમાથી મુક્ત કરાવી ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી માટે જુનાગઢ તાલુકા પોલીસને આ અંગેની જાણ કરી જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.