સ્પાના નામે ચાલતા કુટણખાના પર પોલીસનો દરોડો..

જાણો ક્યાની છે ઘટના..

સ્પાના નામે ચાલતા કુટણખાના પર પોલીસનો દરોડો..

Mysamachar.in-વલસાડ

ગુજરાતનાં અનેક શહેરોમાં સ્પાના નામે કુટણખાનાઓ ધમધમી રહ્યાનો અનેક વાર પોલીસની રેઇડમા સામે આવતું રહે છે.,ખાસ કરીને રંગીન મિજાજી લોકો વિદેશી યુવતીઓ પાસે મસાજના નામે હળવા થવા જતાં હોય છે.,પણ પોલીસ કયારેક રંગમાં ભંગ પાડી ડે છે અને મજા વિખાઈ જાઈ છે કેટલાક મસાજ પાર્લરમાં સ્પાના નામે કઈંક અલગ જ ધંધો કરવામાં આવતો હોય છે.,આવો જ વધુ એક સ્પાના નામે ચાલતો ગોરખધંધો વલસાડમાંથી ઝડપાયો છે.વલસાડમાં ચાલતા હાઈ પ્રોફાઈલ બોડી સ્પામાં પોલીસે રેઇડ કરતા કુટણખાનું ઝડપાયું જેમાં ૬ રૂપલલનાઓ અને ૪ આરોપીઓ ઝડપાયા છે.


મળતી માહિતી મુજબ વલસાડના મોલમાં કાશા ફૂટ એન્ડ બોડી સ્પા નામના સેન્ટરમાં સ્પાના નામે કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની માહિતી પરથી પોલીસે આ સ્પામા રેઇડ કરતાં હાઈપ્રોફાઈલ સ્પામાંથી ૬ રૂપલલનાઓ મળી આવી.પોલીસે કાર્યવાહી કરી રૂપલલનાઓ અને અન્ય ચાર લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


ઝડપાયેલ આરોપીઓમાં વલસાડના બિલ્ડીંગ વ્યવસાયમાં સંકળાયેલ એક વ્યક્તિ પણ ઝડપાયો છે પોલીસના જણાવ્યા પ્રમાણે લલનાઓ આસામ અને થાઈલેન્ડની રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.