રંગીલા શહેરમાં સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું

વિદેશી યુવતીઓ બોલાવી

રંગીલા શહેરમાં સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-રાજકોટઃ

શહેરની રોશની વચ્ચે અંધારીઆલમમાં ચાલતાં કૂટણખાણાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રંગીલા શહેર તરીકે ઓળખાતા રાજકોટમાં પોલીસની અનેક કાર્યવાહી છતા સ્પાની આડમાં દેહવ્યાપાર ફૂલ્યો ફાલ્યો છે. સ્પા સેન્ટરોના કેટલાક ગુજરાતી માલિકો થાઈ, રશિયાથી યુવતીઓને વિઝિટર વિઝા પર બોલાવી ગેરકાયદે દેહવિક્રયનો ધંધો ચલાવી રહ્યાં છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા આત્મિઝ સ્પામાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. જેના આધારે રાજકોટ શહેર ડીસીપી ઝોન-2ની ટીમ દ્વારા સ્થાનિક પોલીસને છટકું ગોઠવવાની સુચના આપવામાં આવી હતી. જેમાં સ્થાનિક પોલીસે પહેલા ખરાઇ કરવા માટે ડમી ગ્રાહક તૈયાર કરી આત્મિઝ સ્પામાં મોકલ્યો હતો, બાદમાં ખરાઇ થતા સબ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ દુર્ગા શક્તિની ટીમે દરોડા પાડી સ્પા સંચાલક અરવિંદ વાઘેલાની ધરપકડ કરી છે. આરોપી અરવિંદ અગાઉ મારામારીના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાની વિગત સામે આવી છે. હાલ આરોપીની પૂછપરછ  તથા તેની સામે ગુનો દાખલ કરવાની કામગીરી ચાલી રહી છે.