સ્પા ની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસનો દરોડો...

૨ યુવતીઓ પણ હતી

સ્પા ની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસનો દરોડો...

mysamachar.in-રાજકોટ

રાજકોટ શહેરમા ધીમીગતિએ વેશ્યાવૃતિનો વેપલો વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે,છાશવારે રાજકોટમાં ફૂટી નીકળેલા સ્પામા થી ગોરખધંધાઓ ઝડપાવા ના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે,તેવામાં ગતરાત્રીના વધુ એક વખત કાલાવડ રોડ પર સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ પોલીસે કર્યો છે,

જાણવા મળી રહેલ વિગતો પ્રમાણે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર ન્યુ પટેલ વિહાર રેસ્ટોરન્ટની બાજુમાં બીજા માળે આવેલા સ્પામાં ગોરખધંધો ચાળી રહ્યાની માહિતી પરથી પોલીસે આ સ્પામાં ડમી ગ્રાહક મોકલી અને બાદમાં ડમી ગ્રાહક તરફ ઈશારો મળતા બહાર રહેલ પોલીસે સ્પામાં રેઇડ કરી હતી,પોલીસે રેઇડ દરમિયાન બે યુવતીઓ અને બે ગ્રાહકો મળી આવ્યા હતા,પોલીસે સ્થળ પરથી મોબાઈલ, કોન્ડોમ,રોકડ રકમ સહિત ૮૫૦૦ નો મુદામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.