Mysamachar.in-જામનગર:
જામનગરમાં વધુ એક લાંચિયો પોલીસકર્મી એન્ટી કરપ્શન બ્યુરોની અડફેટ ચઢી ગયો છે, આ કેસના ફરીયાદીએ પાસપોર્ટ કઢાવવા માટે અરજી કરેલી હતી. અને પાસપોર્ટના પોલીસ વેરિફિકેશન માટે ભુપેન્દ્રકુમાર પુનમચંદ પટેલ,પોલીસ હેડ કોન્સ્ટેબલ (LIB તથા ક્રાઇમ), કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન, જીલ્લો જામનગરફરિયાદી પાસે લાંચ પેટે રૂ.600 ની ગેરકાયદેસર રીતે માંગણી કરેલ જેથી ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી ફરિયાદીએ એસીબી ટોલ ફ્રી નંબર પર રજુઆત કરી, એસીબી કચેરીમાં પોતાની ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચના છટકા દરમિયાન ફરિયાદીએ આરોપી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપીએ ફરિયાદી પાસેથી માંગેલ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ચુક્યો છે, આ કાર્યવાહી એસીબી રાજકોટ એકમ મદદનીશ નિયામક એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.