મેળામાં જોખમ વચ્ચે લોકો લુંટાયા, એસ્ટેટ વિભાગ સહિતની ગંભીર ભૂલો આવી સામે

અધિકારીઓનો એકબીજા પર ખો...

મેળામાં જોખમ વચ્ચે લોકો લુંટાયા, એસ્ટેટ વિભાગ સહિતની ગંભીર ભૂલો આવી સામે

Mysamachar.in-જામનગર:

જામનગરમા આમ તો ઘણા દિવસથી શરૂ થઇ ગયેલા અને ગુરૂવારે પ્રતિકાત્મક ઉદઘાટન કરાયેલા બે મેળામાંથી રંગમતી નદીના પટના મેળા ઉપર જોખમ ઝળુંબતું હોવા છતાં પણ તંત્રના એક પણ અધિકારીએ કોઈ સાવચેતીના પગલા ના લીધા તે ના જ લીધા...અરે ત્યાં સુધી કે સિંગલ પાર્ટીને ટેન્ડર આપી દીધું એટલે લોકોનો જીવ જોખમમાં મુકવાનો પીળો પરવાનો મળી ગયો હોય તેમ લાલીયાવાડી ચાલી છતાં પણ મનપાના એસ્ટેટ વિભાગના પેટનું તો પાણી પણ ના હલ્યું... શા માટે ના હલ્યું તે સૌ જાણે છે,..કારણ કે મેળામાં સેટિંગ આજથી નહિ વર્ષોથી ચાલ્યું આવ્યું છે,જેના માટે જય વિરૂની જોડી છે જ...

તેવામાં આજથી શહેરમા ધોધમાર વરસાદ ફરીથી શરૂ થયો છે, અને રંગમતી નદીના પટ્ટમા અને પ્રદર્શન ગ્રાઉન્ડમા હજુ ત્રણ દિવસ સુધી મેળો ચાલવાનો છે, ત્યારે  સિંચાઇના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રંગમતી નદીના મેળાની કોઇ મંજુરી સિંચાઇ વિભાગ પાસેથી કોર્પોરેશને લીધી હોવાનુ ધ્યાનમા નથી જોકે કોર્પોરેશનના આસી.કમી.વરણવાના જણાવ્યા મુજબ સિંચાઇનો અભિપ્રાય કોર્પોરેશને લીધો નથી મેળાના સ્ટોલ વાળાઓને એટલે કે સીંગલ ટેન્ડર આપી દીધુ છે તેને સિંચાઇનો અભિપ્રાય લેવાનો હોય છે, શું આ જવાબ થી જવાબદારી પૂર્ણ થઇ ગણાશે..? શહેરના બેમેળામા જનઆરોગ્ય... જનસલામતી.... જનસાનુકુળતા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ જોતુ ન હોવાનુ ચિત્ર મેળામા જનાર લોકોના અભિપ્રાયો ઉપરથી તારણ નીકળે છે.

-ઘોરબેદરકારી નો વરવો નમુનો- બીજા સેટીંગ ખુલ્લા પડશે?

દસ યાંત્રીક રાઇડસ ના સ્થાને વધુ ગોઠવાઇ ગઇ મોટા ઉપાડે નકશા મુક્યા પરંતુ પાલન ન કર્યા વગેરે ઘોર બેદરકારી અંગે પદાધીકારીઓનુ ધ્યાન ગયુ તેને દાદ દેવી પડે પરંતુ અધીકારી અને સ્ટાફને  તો ખબર જ હતી તો એ "સેટીંગ" વિશે તેમજ બીજા આવા "સેટીંગ" ખુલ્લા પાડવા જરૂરી છે.