સમગ્ર હાલારમા એકજ આક્રંદ "વરસાદ ક્યારે આવશે"?

સમગ્ર હાલારમા એકજ આક્રંદ "વરસાદ ક્યારે આવશે"?

Mysamachar.in-જામનગર:

સમગ્ર હાલાર સહિત આમ તો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમા એક જ સવાલ છે કે વ્યાપક અને ધોધમાર વરસાદ ક્યારે આવશે? કેમકે પહેલો વરસાદ ઓછામા ઓછો પાંચ ઇંચ ન પડે તો રાહત થતી જ નથી…માથે જ હાલ ક્યાંક ઝરમર ક્યાંક ઝાપટા તો વળી ક્યાંક અડધાથી માંડી  દોઢ બે ઇંચ વરસાદ પડી રહ્યો છે,તે પણ છુટોછવાયો જેનાથી થોડીવાર પાણી દેખાય બાદમાં તો જમીન સુકી ભઠ્ઠ જોવા મળે છે…અને જેમ દિવસો કોરા જાય છે તેમ-તેમ લોકોનો ચિંતા સાથે આક્રંદવાળો વલોપાત જોવા મળે છે,

હાલ વરસાદનો ધોરી મહિનો ગણાતો અષાઢ હવે પુરો થવામા છે,એટલે ચોમાસાના પોણા બે મહિના પુરા થયા તો પણ હાલારમા માત્ર ૨૦ % જ વરસાદ થયો છે,તેના ઉપરથી જ સમજી શકાય કે પાણીની અને પાક ની સ્થિતિ કેટલી વરવી હોઇ શકે છે?રોજ જુદી-જુદી આગાહીઓ આવે છે,આકાશમા વાદળો પણ છવાય છે, ગાજ-વીજ કડાકા ભડાકા થાય છે,પરંતુ મન મુકી ને મેઘો વરસતો નથી,તેમજ અસહ્ય ગરમી રોજ વધતી જતી હોય તેવો અસહ્ય અકળાવનારો અનુભવ લોકો કરી રહ્યા છે,

દરમ્યાન ચોમાસુ ખેંચાતા ખેતરોમા ખાસ કરી હાલારની તમામ છ લાખ હેક્ટર જમીનમા પુરે પુરી વાવણી પણ થઇ શકી નથી,જેથી જગતનો તાત ઉચ્ચક જીવે છે,ખેતીપ્રધાન રાષ્ટ્રમા ખેતી ચોમાસા પર નિર્ભર છે,સમગ્ર અર્થતંત્રનો આધાર છે કેમ કે ખેતી પ્રત્યક્ષ અને પરોક્ષ ૬૦% રોજગાર ધંધાનુ માધ્યમ છે,તેમાય ગત ચોમાસુ નબળુ ગયુ છે,અને ઉપરથી આ વખતે ચિંતાજનક રીતે વરસાદમા વિલંબ છે,માટે સમગ્ર પણે મંદીએ સૌને ઘેરી લીધા છે,તેથી એકતરફ વરસાદની ચિંતા અને બીજી તરફ વેપાર ધંધાની મંદી ઉપરથી અર્થતંત્રના આધાર સમાન વરસાદની  જરૂરીયાત સમગ્ર પણે બધેજ છે અને ખુબજ છે. તેમાંય ગત ચોમાસાનો પચાસ ટકા જ વરસાદ અને આ વખતે મોડુ અને મોળુ ચોમાસુ પડ્યા પર પાટુ સમાન છે.

-ક્લાયમેટ ચેન્જથી વિખેરાતી ઋતુઓ...

આમ તો આપણા શાસ્રોમાં ત્રુતુઓના હીન અતી અને મિથ્યા યોગ દર્શાવ્યા જ છે,તે મુજબ શિયાળા ઉનાળા અને ચોમાસાની કાં તો તીવ્રતા કાં તો અલ્પતા કાં તો ઋતુ મુજબ ઠંડી ગરમી કે વરસાદ ન પડે તેવુ બને ત્યારે હાલ તો ઘણા વર્ષોથી ક્લાયમેટ ચેન્જ,પ્રદુષણ અને ગ્રીન લેયર ઘટ્યુ છે,તે કારણથી જ ચોમાસાની અનિયમીતતા રહે છે.સીમેન્ટના જંગલ વચ્ચે વનરાજી ઘટે છે...તેથી હવામા ભેજ અને જરુરી વાયુના પ્રમાણ ધટે છે,ખાસ કરીને ટેકરીઓ પર્વતો ઉપર પણ આ કુદરતી સંપદાઓ ઘટતી જાય છે,તેથી પર્યાવરણ સંતુલન ખોરવાય છે...તંત્ર તો તેની આદત મુજબ આ દિશામા કંઇ કરે અને નપણ કરે અથવા ઠોસ ન કરે માટે લોકોએ જાગૃત થઇ વૃક્ષારોપણ અને તેથી વધુ તેના જતન માટે જાગૃત થવુ જ પડશે સાથે સાથે ધુમાડાના પ્રદુષણ તેમજ  ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણોના વધતા ઉપયોગથી વધતી હીટ અને રેડીએશન વાતાવરણના દરેક તત્વોના સંતુલન ખોરવે છે,આવી અનેક બાબતો ચોમાસાની અનિયમીતતાના  કારણો છે.

-આશા અમર છે....હોમ હવન પ્રાર્થનાઓ પણ વધી છે

સમગ્ર પણે વરસાદ બાબતે કુદરત ઉપર જ આધારીત રહેવાનુ હોય ઠેર-ઠેર હોમ હવન ધૂન પ્રાર્થના દુઆ સહિત ઇશ્ર્વરને રીઝવવા  પ્રયત્નો થઇ રહ્યા છે,અને હજુય ચોમાસુ બાકી છે...માટે આશા અમર છે કે ભલે મોડો પણ વરસાદ આવશે સંતોષકારક આવશે તેવી આશા છે,આમ તો વાયુ વાવાઝોડાએ વરસાદની સીસ્ટમ ખોરવી છે,માટે હાલ છુટો છવાયો વરસાદ આવે છે,જેથી કંઇ તળ સજીવન ન થાય કે પાણી સંગ્રહ ન થાય માટે જ આગામી દિવસોમા સારા  વરસાદની જરૂર છે આશા છે અને સંભાવના પણ છે