કાલાવડના ખરેડી ગામમાં દીપડો ઘુસ્યો, 3 ઈજાગ્રસ્ત થયા

ફોરેસ્ટ વિભાગની ટીમ પહોચી 

કાલાવડના ખરેડી ગામમાં દીપડો ઘુસ્યો, 3 ઈજાગ્રસ્ત થયા

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામે આજે દીપડો ઘુસી જતા ગ્રામજનો ભયનો માહોલ જોવા મળ્યો હતો, દીપડાએ સીમ વિસ્તારમાં ગામના ત્રણ લોકો પર હુમલો કરી દેતા ત્રણેય ઈજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, બનાવની જાણ થતા ફોરેસ્ટ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોચી છે અને દીપડાની શોધખોળ આદરી છે.મહત્વનું છે કે કાલાવડ તાલુકાના બીજા ગામોમાં પણ આ પૂર્વે પણ દીપડાઓ એ દેખા દીધી હતી.