જીલ્લાના ૨૬ ડેમોમાથી ૧૪ ડેમ ૧૦૦%, આજે સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીનો વરસાદ

અપડેટ જોવા ક્લીક કરો

જીલ્લાના ૨૬ ડેમોમાથી ૧૪ ડેમ ૧૦૦%, આજે સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીનો વરસાદ
સસોઈ ડેમ

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જીલ્લા પરકટકે કટકે પણ મેઘરાજાએ ભારે મહેર કરી છે, લોકોને ખુશ-ખુશ કરી દીધા છે, અને ગત શનિવારથી તો ધોધમાર વરસાદ પડતા જામનગર શહેરનું રણમલ તળાવ સહિતના જીલ્લાના મોટા ભાગના ડેમોમાં પાણીની નોંધપાત્ર કહી શકાય તેવી આવક થવા પામી છે, જીલ્લાના ૨૬ ડેમોમાંથી ૧૪ ડેમો ૧૦૦% ભરાઈ ચુક્યા છે, જે ડેમો ૧૦૦% ભરાઈ ચુક્યા છે તેમાં સસોઈ ડેમ,પન્ના ડેમ, ફુલઝર-૧ ડેમ, સપડા ડેમ, ફુલઝર-૨ ડેમ, રણજીતસાગર ડેમ, ફોફળ-૨ ડેમ, ઉંડ-૩ડેમ, રંગમતી ડેમ, ઉંડ-૧ ડેમ, કંકાવટી ડેમ, ઉંડ-૨ ડેમ, વોડીસંગ ડેમ, રૂપારેલ ડેમ,અને ઉંડ-૪ ડેમનો સમાવેશ થાય છે. તો આજે સવારે ૬:૦૦ થી ૧૦:૦૦ સુધીના જીલ્લાના વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો જામનગર શહેરમા ૧૦ મીમી, લાલપુરમાં ૬ મીમી અને જોડીયામાં ૨૨ મીમી વરસાદ નોંધાયો છે.