તંત્રએ ઓપરેશન હાથ ધરી દબાણો કર્યું દુર..

SDM,મામલતદાર,પોલીસ સહીત જોડાયા...

તંત્રએ ઓપરેશન હાથ ધરી દબાણો કર્યું દુર..

Mysamachar.in-

લાલપુર નજીક આજે તંત્ર દ્વારા મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું છે.જીલ્લા  કલેકટર રવિશંકરની સૂચના અનુસાર લાલપુર તાલુકાના અરબલુસ ગામ નજીક પ્રાંત અધિકારી  લાલપુર તથા મામલતદાર અને લાલપુર પોલીસ સહિતની ટીમો દ્વારા આરબલુસ ગામનાં સરકારી ખરાબામાં LC-8 રિલાયન્સ ગેટની સામે આવેલ અનઅધિકૃત રીતે અંદાજિત 250-300 જેટલી પતરા ની તથા પાકા બાંધકામવાળી મિલકતો ખસેડવાની કામગીરી અંતર્ગત ગઈકાલે આ તમામને અનઅધિકૃત  દબાણ સ્વેચ્છા એ દૂર કરવા માટેની લેખિત નોટિસો પાઠવવામાં આવેલ હતી,

જે બાદ આજે સવારથી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવેલ.અન્યથા JCB દ્વારા દબાણ દૂર કરવાની કામગીરીની જાણ પણ તંત્ર દ્વારા કરવામાં આવેલ હતી.આજે  બપોરના બે વાગ્યા સુધીમાં મોટાભાગનાઓ એ સ્વેચ્છાએ પોતાનો માલ-સમાન લઇ જઈ દબાણ દૂર કરેલ છે,બાકી રહેલ ખાલી પતરા ની કેબીનો તથા પાકા બાંધકામવાળી મિલકતો JCB દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.