સૌથી મોટો ટ્રાફિક દંડ, લક્ઝરી કારનું 27.68 લાખનું ચલણ કપાયું

પ્રથમ ઘટના

સૌથી મોટો ટ્રાફિક દંડ, લક્ઝરી કારનું 27.68 લાખનું ચલણ કપાયું

Mysamachar.in-અમદાવાદઃ

ગત 29 નવેમ્બરે અમદાવાદ ટ્રાફિક પોલીસે રૂપિયા 2.18 કરોડની કિંમતની 911 મોડેલની લક્ઝરી કાર પોર્શેને ડિટેઇન કરી હતી, હવે અમદાવાદ પોલીસે જણાવ્યું કે આ કારને રૂપિયા અધધ...27.68 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ કારમાં નબંર પ્લેટ ન હતી, વેલિડ ડોક્યુમેન્ટ પણ ન હતા. સાથે જ પોલીસે જણાવ્યું કે આ દેશની સૌથી મોટું ચલણ છે. અત્યારસુધીમાં કોઇપણ વ્હીકલને આટલી મોટી રકમનો દંડ ફટકાર્યો હોય તેવું સામે આવ્યું નથી. મોંઘીદાટ લક્ઝરી કાર લઇને શહેરમાં રૂઆબ મારતાં નબીરાઓ અને પૈસાનો દેખાડો કરી કાયદાની ઐસીતૈસી કરતાં લોકો માટે આ મોટું ઉદાહરણ સાબીત થઇ શકે છે. 

29મી નવેમ્બરે અમદાવાદ ટ્રાફિક પોલીસે રૂટિન ચેક દરમિયાન હેલ્મેટ સર્કલ પાસે PSI એમ બી વિરજાએ 2.18 કરોડની 911 મોડેલની પોર્શે કારને અટકાવી ચાલક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ માગ્યા હતા, પરંતુ કારમાં આગળ-પાછળ નંબર પ્લેટ ન હતી, સાથે જ જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી કારને ડિટેઇન કરવામાં આવી હતી અને કાર ચાલકને સ્થળ પર જ રૂપિયા 9.80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો કે હવે અમદાવાદ પોલીસે ટ્વીટ કરી માહિતી આપી કે આ પોર્શે કાર ચાલકે અન્ય ટ્રાફિક નિયમોનો પણ ભંગ કર્યો છે, જેના કારણે તેને 27.68 લાખનો દંડ ફટકારવામાં આવે છે.આ 28.68 લાખમાં 16 લાખ રોડ ટેક્સ, 7 લાખ 68 હજાર ટેક્સ પર વ્યાજ, 4 લાખ રૂપિયા પેનલ્ટી અને 25 ટકા ઓરીજનલ ટેક્સ એમ આરટીઓ દ્વારા કુલ 28.68 લાખનું ચલણ કાપ્યું છે.