કાલાવડ GIDC મામલે CMને વધુ એક પત્ર

માહિતી આપવામાં પણ ગલ્લા-તલ્લા..

કાલાવડ GIDC મામલે CMને વધુ એક પત્ર

Mysamachar.in-જામનગર:

જામનગરનો GIDC વિભાગ કઈકને કઈક મુદ્દાઓને લઈને હમેશાને માટે ચર્ચામાં રહે છે,થોડા દિવસો પૂર્વે જ દરેડ GIDCના ઉદ્યોગકારોએ GIDC દ્વારા આપવામાં આવેલ નોટીસો સામે બાંયો ચઢાવી હતી,તો કાલાવડ GIDCના કામોમાં થયેલ કથિત ગેરરીતીનું પ્રકરણ પણ તાજું હતું, ત્યાં જ મુખ્યમંત્રી લોકાર્પણ કરવા આવે તે પૂર્વે જ તેને નવા વાઘા પહેરાવી લોકાર્પણ પણ ઉતાવળે કરાવી નાખવામાં આવ્યું છે,ત્યારે વધુ એક વખત આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા પણ GIDC સામે આક્ષેપોનો મારો ચલાવીને મુખ્યમંત્રીને વધુ એક પત્ર લખ્યો છે,

જામનગરમા વસવાટ કરતાં આરટીઆઈ એક્ટીવીસ્ટ કલ્પેશ આશાણીએ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ કાલાવડ GIDCના નબળા અને કથિત ભ્રષ્ટાચારના કામ અંગે ૧૧ ડીસેમ્બર ૨૦૧૮ ના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખી અને કાલાવડ GIDCમા કેવું કામ થયું છે તે જોવા માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું,અને જેની એક નકલ પ્રાદેશિક મેનેજરને પણ રવાના કરવામાં આવી હતી, પણ ના તો ગાંધીનગર કે ના તો સ્થાનિક કક્ષાએ આ અંગે કોઈ પગલા ભરવામાં આવતા આશાણીએ આ અંગેની માહિતી અધિકાર હેઠળ માહિતી પણ માંગી હતી,

પરંતુ માંગેલ માહિતીનો જવાબ મળે તે પૂર્વે જ મુખ્યમંત્રી કાર્યાલયમા થી થવી જોઈતી કાર્યવાહીને બદલે ખુદ મુખ્યમંત્રીએ જ કાલાવડ ખાતે આવી GIDCને ખુલ્લી મૂકી દેતા આશાણીએ આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવાની ફરી માંગ કરી છે,

પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અરજદારને માહિતી પૂરી પાડવામાં ગલ્લા તલ્લા કરી અને માહિતી અરજદારને મળે તે પૂર્વે જ મુખ્યમંત્રીના વરદ હસ્તે આ વિવાદિત GIDCનું લોકાર્પણ શંકા ઉપજાવનારું છે,તેથી અરજદાર દ્વારા વધુ એક વખત મુખ્યમંત્રી કાર્યાલય ને પત્ર લખી આ બાબતે અધિકારીઓ અને કામ કરનાર ઠેકેદારો સામે યોગ્ય તપાસ કરવાની માંગણી કરવામાં આવતા આ પ્રકરણ વધુ એક વખત ઉજાગર થવા પામ્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.