વધુ એક નો ભોગ ખુંટીયાએ લીધો.

ધ્રોલ નજીક બની ઘટના

વધુ એક નો ભોગ ખુંટીયાએ લીધો.
symbolic image

Mysamachar.in:જામનગર:

જામનગર અને દ્વારકા સહિતના તમામ વિસ્તારોમાં રસ્તે રઝળતા પશુઓના ત્રાસએ માજા મૂકી છે,જેની સામે તંત્ર તાબોટા પાડતું હોય તેમ લાગે છે,ત્યારે વધુ એક નો ભોગ ખુંટીયાએ લીધો છે,મૂળ રાજકોટનો પ્રવીણભાઈ પાટડિયાનો પરિવાર જામનગરના રણજીતસાગર ડેમ નજીક આવેલા પોતાના સુરાપુરાડાડાના સ્થાનકે પગે લાગવા માટે રાજકોટથી નીકળ્યા હતા ત્યારે પ્રવીણભાઈની ૨૧ વર્ષીય પુત્રી વિધ્યા પણ એક્ટીવા લઈને પરિવાર સાથે આવી રહી હતી ત્યારે લૈયારા ગામ નજીક એક્ટીવા આડે ખુંટીયો ઉતરતા વિધ્યાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેનું મોત નીપજ્યાનું જાહેર થયું છે ,

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગરના હરિયા કોલેજ નજીક તાજેતરમાં જ એક યુવકના બાઈક આડે પશુ ઉતરતા તેનું મોત નીપજ્યું હતું,તો સુરતથી દ્વારકા દર્શનાર્થે આવેલા એક મહિલાને પણ ખુંટીયાએ હડફેટ લેતા તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યાનું જાહેર થયું હતું.