મગફળીની ખરીદીમાં સરકાર સફળ થાય તેવું નથી ઇચ્છતા અધિકારીઓ:ચંદ્રેશ પટેલ 

વિડીયો પણ જુઓ..

mysamachar.in-જામનગર

હાલમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ની લાંભપાંચમ થી ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરી છે,અને તેને લઈને ફરી એક વખત ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે,અમુક ખેડૂતોની મગફળી લેવાલાયક હોવા છતાં પણ તેની મગફળીને રીજેક્ટ કરવામા આવી રહી છે,

આવો જ એક પ્રશ્ન જીલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ પાસે પહોચતા તેવો આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે દોડી ગયા હતા,જ્યાં તેવો એ ખુદ એ પણ જણાવ્યું હતું કે મગફળી યોગ્ય હોવા છતાં પણ તેને રીજેક્ટ કરાઈ છે,વધુમાં તેવોએ સરકારના મગફળીના ટેકાનાભાવે ખરીદી કરવાની પ્રક્રિયાની પ્રસંશા કરી હતી પણ અધિકારીઓ પર તેવો એ ગંભીર આક્ષેપો કર્યા હતા.

શું કહ્યું જીલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ એ તે સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો.