માહિતી અધિકારમાં માહિતી ના આપવા અધિકારીઓ આવું પણ કરે છે..

કાલાવડ GIDC નો મામલો

માહિતી અધિકારમાં માહિતી ના આપવા અધિકારીઓ આવું પણ કરે છે..

Mysamachar.in-જામનગર:

કાલાવડ GIDCના કથિત ભ્રષ્ટાચારના મામલે કલ્પેશ આશાણી નામના આરટીઆઈ એક્ટીવીસ્ટ  ઉદ્યોગવિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતો મુખ્યમંત્રી વિજયરૂપાણીને ૧૧-૧૨-૨૦૧૮ ના રોજ ખુલ્લો પત્ર લખી કાલાવડ GIDC નું નિર્માણ કામ જોવા આવવા નિમંત્રણ આપેલું હતું,પરંતુ મુખ્યમંત્રી દ્વારા આ પત્ર ને ધ્યાને લેવામાં ન આવતા છડે ચોકે કથિત ભ્રષ્ટાચારીઓને છાવરવા કાલાવડ GIDC નું ઉદ્ઘાટન કરવા પહોચી ગયા તે શરમ જનક બાબત છે.

આ કામના થયેલ ખર્ચ  બાબતે અન્ય ટેકનિકલ બાબતોને લઈ ૦૯-૦૧-૨૦૧૯ના રોજ અરજદાર દ્વારા જાહેર માહિતી અધિકારી મેનેજર GIDC જામનગર પાસે માહિતી માંગવામાં આવેલી હતી .પરંતુ સમય-મર્યાદામાં કોઈ માહિતી ના આપતા તા.૧૧-૦૨-૨૦૧૯ ના રોજ GIDC અપીલ અધિકારી સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરવામાં આવેલી હતી.પરંતુ યેનકેન પ્રકારે અપીલ અધિકારીઓએ અપીલ ના ચલાવતા અરજદારને બે તારીખો ફાળવેલી હતી.પરંતુ અપીલ ચલાવવામાં આવેલી ન હતી.જેથી અરજદારે તા.૨૯-૦૪-૨૦૧૯ ના રોજ ગુજરાત માહિતી આયોગ સમક્ષ કલમ-૧૮(૧) મુજબ ફરિયાદ દાખલ કરતાં અપીલ નં.-૨૬૭૬-૨૦૧૯ તા. ૦૮-૦૫-૨૦૧૯ ના રોજ રાજ્ય માહિતી કમિશ્નર દ્વારા જે હુકમ કરવામાં આવેલ તેમનું પણ પૂર્ણ પણે પાલન ન કરવામાં આવ્યા નો આક્ષેપ આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા કરાયો છે,

વધુમાં તા.૧૬-૦૫-૨૦૧૯ ના રોજ પ્રથમ અપીલ અધિકારી સમક્ષ અપીલમાં ઉપસ્થિત રહેવા જણાવેલ આ પત્ર તા.૨૦-૦૫-૨૦૧૯ ના રોજ રજીસ્ટર એડી.દ્વારા અરજદાર ને મોકલેલ જે અરજદારને તા.૨૨-૦૫-૨૦૧૯ ના રોજ પોસ્ટની ફરજ દ્વારા મળી ગયેલ એટલે કે,પ્રથમ અપીલ અધિકારી તા.૦૬-૦૫-૨૦૧૯ ના રોજ નો પત્ર તા.૨૦-૦૫-૨૦૧૯ ના રોજ પોસ્ટ કરેલ એટલે કે,૧૪ દિવસ બાદ અને વિશેષમાં એ છે કે,આ પત્ર ગુજરાત માહિતી આયોગના પત્રનો પણ સંદર્ભ ટાંકવામાં આવેલ નથી.

આમ આ સમગ્ર ગંભીર પ્રકરણમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર સામે ના આવે તે હેતુસર માહિતી આપવા ઠાગા-ઠૈયા કરી યેનકેન પ્રકારે અપીલ સુનવણી પણ ટાળવામાં આવી  રહી છે. અને  માહિતી ન આપવાનો સ્પષ્ટ ઇરાદો દેખાઈ આવે છે.અરજદારો સાથે થતી છેતરપિંડીથી સરકાર કયારે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫નો ભંગ કરનાર ભ્રષ્ટાચારી અધિકારિઑ વિરુદ્ધ કાર્યવાહી કરશે તો આપોઆપ ભ્રષ્ટાચાર બંધ થઈ જશે તેમ પણ અંતે જણાવ્યું છે.