હવે એક જીલ્લામાં થી બીજા જીલ્લામાં જવું હોય તો શું.? નીતિન પટેલે કહી આ વાત

હવે પાસની નથી જરૂર

હવે એક જીલ્લામાં થી બીજા જીલ્લામાં જવું હોય તો શું.? નીતિન પટેલે કહી આ વાત
file image

Mysamachar.in-અમદાવાદ:

ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ અંગેની જાહેરાત બાદ કેટલાક નાગરિકોમાં અસમંજસ હતી કે પોતાની ખાનગી કાર મારફતે એક થી બીજા જીલ્લામાં જવું હોય તો તેના માટે પાસની આવશ્યકતા હવે રહેશે કે કેમ..? આ સવાલનો આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપતા કહ્યું હતું કે હવે કોઈ નાગરિકને ગુજરાતમાં ક્યાય પણ અવરજવર કરવી હોય તો તેના માટે અલાયદો પાસ લેવાની જરૂર રહેશે નહી, પણ કન્ટેન્મેનટ ઝોન જ્યાં જાહેર થયા હશે ત્યાં એ વિસ્તારના નાગરિકો બહાર પણ નહી નીકળી શકે અને ત્યાં બહારથી આવી ને અન્ય કોઈ લોકો રહી પણ નહિ શકે આવી સ્પષ્ટતા આજે નીતિન પટેલે મીડિયા સમક્ષ કરી છે.એટલે કે નાયબ મુખ્યમંત્રી આ જવાબ બાદ એટલું સ્પષ્ટ થયું છે કે હવે નાગરિકો એક થી બીજા જીલ્લામાં જઈ શકે છે.