શું કમિશ્નર બદલે એટલે દબાણની નોટીસ "ફેઇલ"

દબાણ સામે ફોજદારી શા માટે નહિ..

શું કમિશ્નર બદલે એટલે દબાણની નોટીસ "ફેઇલ"

Mysamachar.in;જામનગર. 

જામનગર મહાનગરપાલિકા દ્વારા પાર્કીંગ ,દબાણ , સફાઇ બાબતે જાહેર અને વ્યક્તિગત નોટીસો આપે છે,તેની બહોળી પ્રસિદ્ધી કરાવે છે,બાદમાં કમિશ્નર  બદલે એ બધુ જ "ફેઇલ" જાય અને નવા કમિશ્નરને જે સાનુકુળ લાગે તેવા નવા આદેશો બહાર પાડે જો કે આ બધી બાબતો માટે લગત વિભાગોની જવાબદારી છે કે કમિશનરના ધ્યાનમા સાચી અને જૂની બાબતો મુકે પરંતુ દર વખતે આવું થતુ નથી હા કોઇ ચોક્કસ હેતુ હોય તો ફાઇલો અને પ્રકરણો ધ્યાનમા મુકાય છે,અથવા કમિશનર જાણકાર હોય તો જુદા-જુદા વિષયો ઉપર ધ્યાન ચોક્કસ અપાય છે,

શાળાઓ અને કોમ્પ્લેક્સ આજુબાજુ રોડ દબાણ ન થાય તેવી રીતે પાર્કીંગ કરાવાની વ્યવસ્થા કરવી, જાહેરમા કચરો કેરણ ન ફેંકવા, બાંધકામ મટીરીયલ રોડ ઉપર નડતર ન થાય તેમ જ રાખવુ, વગેરે આદેશો, નોટીસો જાહેર થાય છે,પરંતુ ત્યારબાદ કંઇ પગલા લેવાતા નથી અમલ કરાવાતા નથી.આવા જ જાહેર દબાણ અંગેના હુકમો આ પહેલાના તત્કાલીન કમિશ્નરે કર્યા હતા,જેમા જાહેર રોડ કે રસ્તા કે સ્થળને અડચણરૂપ ના થાય તેની તાકીદ કરી હતી,અને નહી તો પગલા લેવાની જોગવાઇ પણ દર્શાવી હતી,એ નોટીસ અને આદેશોના અમલ ન થયા તે શહેરમા ઠેર ઠેર પરિભ્રમણ કરવાથી જોવા મળે છે એટલુ જ નહી એ આદેશ હવે ધુળ ખાય છે,ફાઇલમા દબાઇ ગયેલ છે કે સુરસુરિયુ થઇ ગયુ છે.

દબાણ સામે ફોજદારી.....

આ જાહેર નોટીસમા તાકીદ કરાઇ હતી કે દબાણ સામે કાયદાની જોગવાઇ મુજબ ફોજદારી થશે પરંતુ લગત વિભાગે ખાસ કંઇ ગંભીરતા ન લીધી નહી તો ફોજદારી થોકબંધ થાય તેવી સ્થિતિ છે ઉપરાંત આ આદેશમા જણાવાયુ છે કે પુર્વ મંજુરી વગર ધંધા રોજગાર શરુ ન કરવા( કેમકે પહેલા બાંધકામ મંજુરી ન લીધી હોય તો બીઝનેશ મંજુરી વખતે ધ્યાનમાં આવી જાય) પરંતુ દુકાનો આડેધડ બની જાય છે,અને વેપાર ધંધા શરુ થઇ જાય છે,જેની તંત્રએ  પોતાની જ નોટીસ ની દરકાર ન લીધી માટે આવા આદેશ કરવા ખાતર જ થાય છે.