મુંબઈની યુવતિ સાથે હતો પ્રેમ..તેની સાથે ના થયા લગ્ન..અને યુવકે

લાલપુરના ગોવાણાગામ નજીક બની ઘટના

મુંબઈની યુવતિ સાથે હતો પ્રેમ..તેની સાથે ના થયા લગ્ન..અને યુવકે

Mysamachar.in-જામનગર;

આજના સમયમાં પ્રેમ પ્રકરણના કેટલાય કિસ્સાઓ યુવાદિલોના સામે આવતા રહે છે,કોઈ પ્રેમને પામવામાં સફળ થાય છે કોઈ નિષ્ફળ જાય છે,પણ જે નિષ્ફળ જાય અને સાચો પ્રેમ હોય તો તેની સ્થિતિ બહુ જ ખરાબ થાય છે,ભલે તે પછી યુવક હોય કે યુવતિ આવો જ એક કિસ્સો જામનગરમા પણ સામે આવ્યો છે,

મૂળ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના સોડસલા ગામના મનીષ નાકર નામના ૨૭ વર્ષીય યુવકને મુંબઈના બોરીવલીમા અભ્યાસકાળ દરમિયાન એક યુવતિ સાથે પ્રેમસબંધ હતો,પરંતુ મનીષના લગ્ન તેની સાથે ના થવાથી પ્રેમી મનીષ છેલ્લા એકમાસ જેટલા સમયથી ગુમસુમ-ડીપ્રેશનમા રહેતો હોય ગઈકાલે મનીષ લાલપુરના ગોવાણા નજીક આવેલ પાણીના ટાંકા ખાતે પહોચ્યો હતો,અને જ્યાં ઉપરથી તેને પડતું મુકીને મોતને વ્હાલું કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ જવા પામ્યો છે.