શહેરમાં રીનોવેશનના નામે નવા બાંધકામના ખેલ

TPO બ્રાંચ આપે માર્ગદર્શન પણ રસ્તો થાય તો..

શહેરમાં રીનોવેશનના નામે નવા બાંધકામના ખેલ
ફાઈલ તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગરમા એક અંદાજ મુજબ ૧૦૦થી વધુ જગ્યાએ રીનોવેશનના નામે બાંધકામ ચાલી રહ્યાનુ જાણકારો કહે છે જે માટે ટીપીઓ શાખાના ચોક્કસ કર્મચારીઓ માર્ગદર્શક છે, અને ઉપરી અધિકારીઓના કૃપાપાત્ર છે તેમ પણ ચર્ચાય છે આ ખાસ પ્રકારની "જહેમત" માં "સૌનો સાથ સૌનો વિકાસ " થાય છે, છતા ટીપીઓના બે અધિકારી અને એસ્ટેટ ના એક મળી ત્રણેય દુધે ધોયેલા હોવાનો દેખાવ કરે છે,(પણ કેટલા તે તેની મિલકતો પરથી જાણી શકાય) શહેરમા મુખ્ય રોડ પર આંતરિક રોડ ઉપર રિનોવેશનના મંજુરીના નામે ચાલતા નવા બાંધકામ ટીપીઓ બ્રાંચની પુરેપુરી જાણમા છે, તેમજ છેલ્લી ૧૪૩ જેટલી રિનોવેશનની મંજુરીઓમાંથી પચાસ જેટલા રિનોવેશન મંજુરીમા નવા બાંધકામ સેટ થઇ ગયા અને બાકી સો જેટલામા હાલ કામ ચાલુ છે, તેવું જાણવા મળે છે,

જે બાબતે ટીપીઓ ને પડકાર ફેંકી સત્ય બોલવા મજબુર કરી શકાય તેમ છે અને એકરાર કરવો પડે તેમ છે કેમકે અંતે તો આ પ્રકારની ખાસ મંજુરી બે અધીકારીઓના હાથ નીચેથી નીકળ્યા બાદ તે મંજુરીના સ્થળે શુ ચાલે છે તેની જાણ હોવા છતા મોટુ મન રાખીને ચોક્કસ “લાભ” લઇ જે ચાલે છે તે ચાલવા દેવાય છે,..સૌ જાણે છે કે ખખડધજ એક મકાન હોય તે પાડી ઉપર નીચે દુકાનો કે તેની ઉપર રહેણાંક બાંધકામ થઇ જાય  ત્યા સુધી પુરેપુરૂ રક્ષણ અને માર્ગદર્શન ટીપીઓ શાખા આપે છે નહીતો આ પ્રવૃતિ ફુલે ફાલે જ નહી,

આવા બાંધકામો હીરજી મિસ્રી રોડ, ચાંદીબજાર, રણજીત રોડ ટચ ત્રણ જુદા-જુદા આંતરિક રોડ ગુલાબનગર, પી.એન.માર્ગ અને લાલ બંગલા વચ્ચેના આંતરિક રોડ પટેલ કોલોની શરૂ સેક્શન ખોડીયાર કોલોની નિલકમલ, આર્યસમાજ રોડ કાલાવડનાકા બહાર, બર્ધનચોક,સેન્ટ્રલ બેંક રોડ રામેશ્ર્વરનગર, ઉદ્યોગનગર સહિતના વિસ્તારોના મુખ્ય રોડ કે આંતરિક રોડ ઉપર થઇ ગયેલા કે થઇ રહેલા જોવા મળે છે, તેમ જણાવી જાણકારો નો આક્ષેપ છે કે આ દરેક બાંધકામ ની લગત બ્રાંચ ને જાણમા જ છે, અને તે માટે મોટાઓની કૃપાથી બ્રાંચના કર્મચારીઓ “યોગ્ય” કરી બાંધકામ કરવાનુ માર્ગદર્શન આપે છે, 

કેમકે નવા નિયમુજબ જગ્યા વધુ છોડવી પડે માટે રિનોવેશન ની મંજુરી લો અને બિન્ધાસ્ત બાંધકામ કરો તેમ અભયદાન આપવાની ગેરરીતી  પણ ટિપીઓ બ્રાંચમા ચાલે છે, જેનો લાભ બે  મુખ્ય અધીકારીઓને મળતો રહે છે, તેવા આક્ષેપ થાય છે જોકે તેમાં કેટલું સત્ય છે તે  અંગે કમિશનર ખરાઇ કરાવે સ્થળ નિરિક્ષણ કરાવી કઇ મંજુરી છે તે તપાસ કરાવે તો જ સત્ય બહાર આવે તેમ છે, પરંતુ જો ઇચ્છા શક્તિને "રોકડી"એ લાચાર કરી હોય તો કંઇ પગલા ન લેવાય તે સ્વાભાવિક છે, વોર્ડના  લગત અમુક  નિરિક્ષકો આવી ગેરરીતીના પાયા હોય છે, તેવા આક્ષેપ સાથે રિનોવેશનના નામે બાંધકામ ની અનેક સ્ફોટક વિગતો ધીમે-ધીમે ઉજાગર થવા લાગી છે.