જામનગર જિલ્લા પંચાયતમા ડીડીઓના  ચાર્જ ઉપર નવો ચાર્જ

એડી.કલે. ને નાહકનુ ભારણ વધ્યુ

જામનગર જિલ્લા પંચાયતમા ડીડીઓના  ચાર્જ ઉપર નવો ચાર્જ

Mysamachar.in-જામનગર 

જામનગર જિલ્લા પંચાયતમાં ઇન્ચાર્જ ડી.ડી.ઓ થી લઇને ઇન્ચાર્જ અધિકારીઓની હારમાળા સર્જાઇ છે. તેમાય એક-એક અધિકારીઓ પાસે ત્રણ-ત્રણ અધિકારીઓના ચાર્જની જવાબદારી છે. મહત્વનું તો એ છે કે ખુદ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી જ ઇન્ચાર્જ છે, ડી.ડી.ઓ લાંબી રજા ઉપર ગયા ત્યારથી ડી.આર.ડી.એ ના નિયામકને વધારાનો ચાર્જ ડી.ડી.ઓ નો સોપી ઇન્ચાર્જ ડી.ડી.ઓ હતા, તેમાય આ ઇન્ચાર્જ ડી.ડી.ઓ કે.એમ.જાનીની બદલી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એડી.કલેકટર તરીકે થતા આ ઇન્ચાર્જ ડી.ડી.ઓ નો ચાર્જ જામનગરના એ.ડી.કલેકટર રાજેન્દ્રસિંહ સરવૈયાને સોપાયો છે.

 

જો કે એડીશનલ કલેકટર રાજેન્દ્રસિંહ સરવૈયા પાસે જાડાનો પણ ચાર્જ છે. આમ હવે ફરી ઇન્ચાર્જ ડી.ડી.ઓ તરીકે રાજેન્દ્રસિંહ સરવૈયાએ ચાર્જ સંભાળી લીધો છે.જો કે તેમને નાહકનુ ભારણ આપ્યુ છે, પરંતુ સારા અધીકારી હોય તુરંત જવાબદારીઓ હસતા-હસતા સંભાળતા રહ્યા છે, તો કે.એમ.જાનીની બદલી દેવભૂમિ દ્વારકા ખાતે થતા નાયબ જીલ્લા વિકાસ અધિકારી એ.યુ.મકવા ને ડી.આર.ડી.એ નો ચાર્જ આપવામાં આવતા હાલ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પણ ઇન્ચાર્જ છે.


-રેગ્યુલર નિમણુંકમા રાજકારણ અને સારા અધીકારી નો ખો

રાજય સરકાર ભાજપની હોય અને જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવાથી રાજકીય રીતે જિલ્લા પંચાયતમાં અધિકારીઓની નિમણૂંકમાં અન્યાય રાજકીય રીતે કરે છે, તેવી રાજકીય ચર્ચા જિલ્લાભરના રાજકારણમાં જાગી છે. ઇન્ચાર્જ અધિકારીઓને કારણે જામનગર જિલ્લા પંચાયત હસ્તકના વિકાસના કામોને ખૂબ અસર થઇ રહી હોવાનું પણ ચર્ચાઇ છે.