વોટ્સએપમાં આવ્યું નવું ફિચર, જાણો શું છે

ફટાફટ કરો અપડેટ

વોટ્સએપમાં આવ્યું નવું ફિચર, જાણો શું છે

Mysamachar.in-જામનગરઃ

હાલમાં જ વોડાફોન, એરટેલ તથા જીયો સહિતની ટેલિકોમ કંપનીઓએ કોલ દરમાં વધારો કર્યો છે, તો વોટ્સએપે પોતાના કોલિંગમાં નવુ ફિચર્સ આપી લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર વધુ એક અપડેટ આવ્યું છે. આ વખતે વોટ્સએપમાં વોઇસ કોલિંગમાં કોલ વેઇટિંગ ફિચર રજૂ કર્યું છે. આ ફિચર પ્લે સ્ટોરમાં આવી ગયું છે જ્યાંથી તમે અપડેટ કરી શકો છો. WhatsAppએ એન્ડ્રોઈડ યુઝર્સ માટે નવું ફિચર કોલ વેટિંગ રજૂ કર્યું છે. જે અંતર્ગત વોઈસ કોલિંગ દરમિયાન અન્ય કોલ આવતો હશે તો તે વેઇટિંગમાં દેખાશે, જે તમે ઇચ્છો તો ચાલુ કોલ કાપી વેઇટિંગ કોલને રિસિવ કરી શકો છો. આ એવું ફિચર્સ છે જે તમારા મોબાઇલમાં એક કોલ ચાલુ હોય તો બીજો કોલ વેઇટિંગમાં દેખાડે છે. તેવું જ હવે વોટ્સએપ કોલિંગમાં થશે. જો કે નવા ફિચર્સ બાદ વોટ્સએપમાં એવું ફિચર્સ નથી કે તમે કોલને હોલ્ડ કે મર્જ કરી શકશો નહીં. હાલમાં જ વોટ્સએપે ગ્રૂપ કોલિંગ ફિચર્સ રજૂ કર્યું છે, જો કે હજુ કોન્ફરન્સ કોલની કોઇ સુવિધા નથી.