"સૌની" યોજનાના કામની વીજીલન્સ તપાસની તાતી જરૂર

અધિકારી શા માટે પાર્ટીનો બચાવ કરે છે

"સૌની" યોજનાના કામની વીજીલન્સ તપાસની તાતી જરૂર

Mysamachar.in-જામનગર: 

જામનગર દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પાણીની તકલીફને કાયમી જાકારો આપવા સૌની યોજનાનુ મહત્વકાંક્ષી કામ રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ દ્વારા ચાલે છે, ત્યારે આ ૪૦૦૦ કરોડથી વધુની યોજનાના કામની તાકીદે વીજીલન્સ તપાસ થાય તેવી માંગણી ટેકનીકલ નિષ્ણાંતો દ્વારા ઉઠી છે, કેમ કે સરકારની ખુબ જ મહત્વકાંક્ષી અને હાલના વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવી સૌની યોજનાના પાઇપ તાજેતરમા જાણે ભ્રષ્ટાચાર ઉછળીને બહાર આવી રહ્યો હોય તેમ જમીન સપાટીથી પણ ઉપર આવીને પોલ ખોલી રહ્યા છે,

ત્યારે બહાના બાજીના માસ્ટર કાર્યપાલક ઈજનેર મહેતા દ્વારા કામ કરનાર એજન્સીઓનાં જાણે બચાવમાં હોય તેવા જવાબોની જ પ્રતિક્રિયા આપે છે, રાજકોટના લોધિકા તાલુકાના અભેપર ખોખડદળ ગામ નજીક  તો કાલાવડ સહિતના ગામોમાં  સૌની યોજનાની પાઈપલાઈન ખેતરોમાંથી અચાનક બહાર આવી જતા હાલારમા ચિંતા એ છે કે આ રીતે આ લાઇનો જે સાની ડેમ સુધી પહોંચાડવાની છે તે આમ જ પહોચશે તો તેની ઉપયોગીતા શુ?  અને પ્રજાના અઢળક  નાણાના પાણી કર્યા બાદ આવી લાઇનથી પાણી ક્યાથી મળશે ઉલટુ જમીન ખેતરો રોડના સત્યાનાશ થતા રહેશે,

-મીલી ભગત દાટ વાળશે..

જીવનરૂપી જળ પહોંચાડવાની આ યોજનામા જંગી નાણા હડપ કરવા માટે ઉપરથી માંડી નીચે સુધી કોઇ ખાસ જુથ સમગ્ર ગેરરીતીને અંજામ આપી રહ્યાની શંકાથી તપાસ મંગાઇ છે, કેમકે મોટા મોટા ભાષણ આપતા મોટા નેતાઓએ પણ  કામની ગુણવતાની ખરાઇ કરી નથી અથવા તો તેમને અંધારામા રખાયા છે, માટે તમામ પ્રકારના આ એજન્સીઓના પાળતુ થઇ જવાની હીન અને મેલી મુરાદના પર્દાફાશની તાતી જરૂર હોવાનુ આ પ્રોજેક્ટના નબળા કામની અનેક સીલસીલાબંધ કડીઓ જાણનારાઓ કહે છે કેમ કે જમીન નીચે શુ થાય છે એ બહારથી ખબર ન પડે એ તો કામ વખતે જ તપાસવુ પડે જે હાલારમા ચાલી રહેલા કામોમાં તપાસવમાં આવ્યુ છે કે કેમ..

-કોન્ક્રીટ જેટલો જ મહત્વનો મુદ્દો બેક ફીલીંગ નો...

જેટલું મહત્વ આ કામમાં કોન્ક્રીટ ને આપવું જોઈએ તેટલું નથી અપાતું તેમ જ આ પાઈપલાઈનના કામોમાં બેક ફીલીંગ પણ મહત્વની ભૂમિકા ભજવે છે, જે પણ યોગ્ય રીતે ના થતું હોવાનું જાણકારો  જણાવે છે, એક ચોક્કસ પદ્ધતિ પ્રમાણે જ બેક ફીલીંગ કરવાનું હોય પણ તેને અનુસરવામાં ના આવતું હોવાનું પણ જાણવા મળે છે.