Mysamachar.inનો અહેવાલ સાચો, આવતીકાલે પી.એસ.જાડેજા અને જેતૂબેન સોનગરા જોડાશે ભાજપમાં

ભાજપનું વધુ એક ઓપરેશન...

Mysamachar.inનો અહેવાલ સાચો, આવતીકાલે પી.એસ.જાડેજા અને જેતૂબેન સોનગરા જોડાશે ભાજપમાં

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ગત ૨૯ માર્ચના રોજ Mysamachar.in દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ભંગાણની ઘડીઓ ગણાતી હોવાનો એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જે સાચો ઠર્યો છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પી.એસ. જાડેજા અને કોંગ્રેસના સભ્ય જેતૂબેન સોનગરા આવતીકાલે વિધિવત રીતે જામનગર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના આગેવાનોની હાજરીમાં કેસરીયો ધારણ કરશે,

પી.એસ.જાડેજા અને જેતૂબેન સોનગરા ભાજપમાં જોડાઈ જતાં વધૂ એક વખત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં સતા પરીવર્તન આવશે. ત્યારે પી.એસ.જાડેજા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઉપરાંત માર્કેટિંગ યાર્ડના પ્રમુખ છે અને સહકારી ક્ષેત્રમાં તેમનો સારો એવો દબદબો છે,

રાજ્યમાં થોડા દિવસો પૂર્વે એવો માહોલ બન્યો હતો કે એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યોને ખેડવવાની શરૂઆત ભાજપ દ્વારા કરવામાં આવી અને મહદઅંશે તેમાં ભાજપ સફળ પણ થયું, હવે વારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા કોંગ્રેસને ભાંગવાનો હોય તેમ તેની જવાબદારી પણ ઉપરથી ભાજપના નેતાઓને આપી દેવામાં આવી છે, આમ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના આગેવાન ભાજપમાં આવતીકાલે જોડાશે ત્યારે મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજકારણમાં ભારે ગરમાવો આવે રહ્યો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.