20 દિવસ પહેલા પતિએ કર્યો હતો આપઘાત, હવે આડાસંબંધમાં પત્ની-પુત્રની હત્યા

જેઠે હત્યા કર્યાનો આક્ષેપ

20 દિવસ પહેલા પતિએ કર્યો હતો આપઘાત, હવે આડાસંબંધમાં પત્ની-પુત્રની હત્યા

Mysamachar.in-જૂનાગઢઃ

જૂનાગઢના ઉનાના ગાંગડા ગામે માતા-પુત્રની હત્યા થયાની ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં થયેલી હત્યાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી હતી. તો બીજી બાજુ મૃતક મહિલાના ભાઇએ આક્ષેપ કર્યો કે આ હત્યા મૃતક મહિલાના જેઠે કરી હોવાની શંકા છે. હત્યા પાછળનું કારણ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલાના અન્ય પુરુષ સાથે આડાસંબંધ હતા જે દરમિયાન આ હત્યા કરવામાં આવી છે. તો 20 દિવસ પહેલા મૃતક મહિલાના પતિએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની વિગત પ્રમાણે ગાંગડા ગામે રહેતા 30 વર્ષિય અનકબેન કનુભાઇ ગોહિલ અને તેનો 11 વર્ષિય પુત્ર મહર્શીની વાડી વિસ્તારમાં લાકડી અને પાઇપ વડે હુમલો કરી હત્યા કરવામાં આવી. પોલીસે હત્યા પાછળ કોઇ કુંટુંબીક વ્યક્તિ જ જવાબદાર હોવાની શંકાએ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ મૃતક મહિલાના ભાઇનું કહેવું છે કે મને શંકા છે કે આ હત્યા મારી બહેનના જેઠ પ્રતાપભાઇએ કરી છે, મારી બહેનના સનખડા ગામમાં રહેતા મહેન્દ્રભાઇ સાથે આડાસંબંધ હતા. 20 દિવસ પહેલા તેના બનેવીએ આપઘાત કરી લીધો હતો.