દિકરાને ફેસબૂક પર શ્રદ્ધાંજલિ પાઠવી માતા-પિતાએ ભર્યું આવું પગલું

એકના એક દિકરાના મૃત્યુથી આઘાતમાં સરી પડ્યું હતું દંપતી

દિકરાને ફેસબૂક પર શ્રદ્ધાંજલિ પાઠવી માતા-પિતાએ ભર્યું આવું પગલું

Mysamachar.in-સુરતઃ 

સુરતમાં એકલા રહેતા એક દંપતીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પેલેસમાં રહેતા દંપતીના એકના એક દિકરાનું ત્રણ મહિના પહેલા મૃત્યુ થયું હતું. દંપતીએ ફેસબૂક પર દિકરાને ચોથી માસિક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાદમાં બંનેએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસને ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં અંગ દાન કરી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ દંપતી મૂળ પાટણ જિલ્લાના પટેલ હોવાનું સામે આવ્યું છે. સુરતમાં તેમની જ્વેલર્સની દુકાન હતી, જો કે મંદીના મારને કારણે છેલ્લા કેટલાક સમયથી તે બંધ હતી.