ઘાસ નીચે સંતાડેલો દારૂનો મોટો જથ્થો પકડાયો

વાડીમાં સૂકા ઘાસ નીચે સંતાડેલો હતો દારૂનો જથ્થો

ઘાસ નીચે સંતાડેલો દારૂનો મોટો જથ્થો પકડાયો

Mysamachar.in-કચ્છઃ

ગાંધીના ગુજરાતમાં દારૂનું દૂષણ દૂર થવાનું નામ જ લેતું નથી, ફરી એકવાર લાખો રૂપિયાની કિંમતનો દારૂ પકડાયો છે, આ વખતે કચ્છના ભચાઉ નજીક ચોબારી ગામ પાસેથી દારૂનો મોટો જથ્થો પકડાયો છે, બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં વાડીમાં ઘાસ નીચે સંતાડેલો 800 પેટી દારુ મળી આવ્યો હતો. મોટી માત્રામાં દારૂ પકડાતા ભારે ચર્ચા જાગી હતી, જ્યારે આ દારૂનો જથ્થો કોનો છે તથા ક્યાંથી અને કોની પાસેથી મગાવવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે. પકડાયેલો દારૂનો જથ્થો એટલો મોટો છે કે પોલીસને ગોઠવવામાં પણ કલાકોનો સમય લાગી શકે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પોલીસને મળેલી બાતમીના આધારે રાત્રીના સમયે વાડી પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સૂકા ઘાસના પુડાઓ નીચે સંતાડવામાં આવે અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂની આશરે આઠસો પેટી પકડી પાડી ભચાઉ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. તેમજ વાડી પર હાજર વિષ્ણુ આહિર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.