એક જ ગામના ૫૦ થી વધુ લોકોને જી.જી.હોસ્પિટલ ખસેડાયા...

વાગડિયા ગામે ધાર્મિક પ્રસંગ હતો,

એક જ ગામના ૫૦ થી વધુ લોકોને જી.જી.હોસ્પિટલ ખસેડાયા...
તસ્વીરો અમરીશ ચાંદ્રા

mysamachar.in-જામનગર 

જામનગર જીલ્લાના વાગડિયા ગામે આજે એક ધાર્મિક પ્રસંગમા ભોજન આરોગ્ય બાદ ગામના લોકોને ફૂડ પોઈઝનીંગ ની અસર થતા તાબડતોબ લોકોને જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે,આજે ગામમાં યોજાયેલા ધાર્મિક પ્રસંગમા ખુબ મોટી સંખ્યામાં લોકોએ સામુહિક ભોજનનો  લાભ લીધો હતો,પણ ભોજન આરોગ્ય બાદ અચાનક જ થોડીવાર બાદ ૫૦ થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસરને કારણે ઝાડા ઉલટી થઇ જતા તમામ ને તાકીદે ખાનગીવાહનો અને એમ્બ્યુલન્સ મારફત જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા,અસર થઇ છે તે ૫૦ થી વધુ લોકોમાં મોટાભાગના બાળકો નો સમાવેશ થાય છે,

સ્થિતિ નું એવું તો નિર્માણ થયું કે એક ખાટલામાં બે દર્દીઓને સુવડાવી અને સારવાર આપવાની શરૂઆત કરવી પડી હતી,હાલ  ફૂડ પોઈઝનિંગની અસરનો ભોગ બનેલા તમામની જામનગર જી.જી.હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.