ફીર હેરાફેરી ! એકના ડબલની લાલચમાં 250 લોકો સાથે બન્યું આવું...

એક કરોડની છેતરપીંડિના કેસમાં ત્રણની ધરપકડ

ફીર હેરાફેરી ! એકના ડબલની લાલચમાં 250 લોકો સાથે બન્યું આવું...

Mysamachar.in-રાજકોટઃ

ફિલ્મોમાં અવાર નવાર દર્શાવવામાં આવે છે કે લાલચ કેટલી ભારે પડે છે, જાણીતી બોલીવૂડ ફિલ્મ ફીર હેરાફેરીમાં એકના ડબલ રૂપિયાની લાલચમાં કેવી રીતે ફસાઇ જવાય છે તે દર્શાવ્યું હતું. જો કે આ ફિલ્મમાં જેવું બન્યું તે હકિકતમાં 250 લોકો સાથે બન્યું. રાજકોટ નજીક આવેલા જેતપુરમાં એકના ડબલ કરનારા 3ને પોલીસે ઝડપી પાડ્યા છે. 250થી વધુ લોકોના એક કરોડથી વધુ લઈને છૂમંતર થઈ ગયા હતા. બનાવની વિગત પ્રમાણે જેતપુરમાં દીપ ગ્રૂપના સંચાલકો દ્વારા છેતરપીંડિ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. કંપનીના સંચાલકો દ્વારા સ્કીમો જાહેર કરીને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા. જોકે સ્કીમ પૂર્ણ થયા બાદ લોકોને પૈસા પરત કરવામાં આવતા ન હતા. આ મામલે 250થી વધુ લોકોએ જેતુપર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સવા કરોડની છેતરપિંડી મામલે પોલીસે યશ ટાંક, કિશોર ઠુમ્મર અને પંકજ રાદડિયાની ધરપકડ કરી છે. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

અત્યાર સુધી આ કંપની દ્વારા 22 સ્કીમ બહાર પાડવામાં આવી છે. અગાઉ આ કંપની દ્વારા 17 સ્કીમ પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં 18થી 22 નંબરની સ્કીમ ચાલી રહી હતી. આ સ્કીમ અંતરર્ગત લોકોને એક હજાર રૂપિયાના 50 હપ્ત ભરવાના હતા. જો લોકોને ઇનામ ન લાગે તો 55 હજાર રૂપિયા પરત કરવાના હતા. પરંતુ સ્કીમ પૂર્ણ થયા બાદ લોકોને રૂપિયા પરત કરવામાં આવ્યા ન હતા. અનેક વખત રજૂઆત બાદ પણ કંપનીના માલિકોએ રૂપિયા પરત કર્યા ન હતા. જેથી લોકોએ 27 જાન્યુઆરીના રોજ જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. 250 જેટલા લોકોએ 86 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી હતી.  ત્યાર બાદ આ સ્કીમમાં છેતરાયા અન્ય લોકોએ પણ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી.