૨૫થી વધુ કલર અને ૨૦થી વધુ ડીઝાઈનમા ટ્રેડીશનલ ગરબાઓ તૈયાર..

કલાકૃતિસભર ગરબાઓ,

૨૫થી વધુ કલર અને ૨૦થી વધુ ડીઝાઈનમા ટ્રેડીશનલ ગરબાઓ તૈયાર..

mysamachar.in-જામનગર 

નવરાત્રીનું પર્વ એટલે માં જગદંબા ની આરાધાનનું પર્વ...નવ દિવસ સુધી ખેલેયાઓ  અને નાનીબાળાઓ માતાજીની ભાવપૂર્વક આરાધના કરી અને ગરબે ઘૂમે છે..પરંતુ ગરબા વિના ગરબીની સ્થાપના અધૂરી રહે છે તેવું કહેવાય છે,
પ્રાચીનકાળ થી ગરબાના સ્થપાન નું એક વિશેષ મહત્વ દરેક ગરબીના સ્થળો પર તેમજ ઘરોમાં રહેલું હોય છે,

પરંતુ સમયની સાથે હવે ગરબાનો ટ્રેન્ડ પણ બદલાયો છે.અને લોકો ગરબાની પસંદગી ને લઈને પણ વિવિધતા તરફ વળ્યા હોય તેવું છેલ્લા કેટલાક વર્ષોથી લાગી રહ્યું છે,અને તેને કારણે ગરબામાં પણ હવે ટ્રેડીશનલ ટચ આવી ગયો છે.અને છેલ્લા કેટલાય વર્ષો થી લોકો પહેલા આવતા માત્ર લાલ કલરના ગરબા ને બદલે ટ્રેડીશનલ ગરબાઓ પર પોતાની પસંદગી ઉતારી રહ્યાનું કારીગરો જણાવે છે...થોડા વર્ષો પેહલા એકાદ પ્રકારના કલર અને એકાદ ડીઝાઈન માં જ ગરબા જોવા મળતા તેના બદલે હવે ૨૫ થી વધુ કલરોમાં અને ૨૦ થી વધુ ડિઝાઈનોમા ગરબા અને તેમાં પણ તેમાં ગરબાઓને અનેરી સજાવટ કરી તેમાંય મોતી,શંખ,છીપલા,ડાયમંડ સ્ટોન,ટીકીવર્ક વગેરે કરીને ગરબાને અદભૂત નિર્માણ કરવામાં આવે છે....

ટ્રેડીશનલ ગરબાની કીમત ૫૦ રૂપિયાથી શરૂ કરીને ૨૧૦૦ સુધીની હોય છે,ગરબાઓનું નિર્માણ અને તેમાં ઝીણવટભર્યું કામ કારીગરોની કલાકોની જહેમત માંગી લેતું હોય છે...આ પ્રકારના ગરબાની માંગ દિવસ ને દિવસે વધી રહી હોવાનું જામનગર શહેરમા ગરબાનું નિર્માણ કરતાં તુષારભાઈ અને નયનાબેન પ્રજાપતિ જણાવી રહ્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો