દેવભૂમિ દ્વારકા જિલ્લામા કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા પ્રભારીમંત્રી જવાહરચાવડાએ કરી 

કલેકટર મીણા એ વિસ્તૃત અહેવાલ રજુ કર્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામા કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા પ્રભારીમંત્રી જવાહરચાવડાએ કરી 

Mysamachar.in:દેવભૂમિ દ્વારકા:

જિલ્લામાં કોરોના વાયરસ કોવિડ-19ની સમીક્ષા બેઠક પ્રભારીમંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટરની ચેમ્બરમાં યોજાઇ હતી. પ્રભારીમંત્રી જવાહર ચાવડાએ નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામા થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. કલેકટર ડો.નરેન્દ્ર કુમાર મીનાએ ડીસ્ટ્રી્કટ રીપોટીંગની માહિતી આપતા જણાવ્યું હતુ કે, હાલ કુલ 1824 લોકો કવોરોનટાઇન છે. જે પૈકી 1062 સરકારી કવોરોનટાઇન 692 હોમકવોરોનટાઇન અને 70 પ્રાઇવેટ(બોટ) કવોરોનટાઇન છે. 5910 પેસેન્જીરનું 14 દિવસનું ફોલોઅપ પૂર્ણ થયેલ છે. નવા 35 પેસેન્જર આવેલ છે. શંકાસ્પપદ કેસો 1259 પૈકી 1247 કેસોના રીપોર્ટ નેગેટીવ આવેલ છે. દ્રારકાના 11 પોઝીટીવ કેસ છે. અને એક અન્ય  જિલ્લાનો પોઝીટીવ કેસ મળી કુલ 12 પોઝીટીવ કેસ છે.

કોરોના પોઝીટીવ કેસ વિસ્તાર જેવા કે બેટ-દ્વારકા, સલાયા અને નાના આંબલા વિસ્તારમાં થયેલ કામગીરીની માહિતી આપી હતી. જેમાં સર્વે કરેલ વસ્તી મળેલ શંકાસ્પસદ કેસો, કુલ લીધેલ 132 સેમ્પલ પૈકી બેટ દ્વારકામાં 31, સલાયામાં 75, અને નાના આંબલામાં 26 સેમ્પલ લીધા હતા. જેમાં 124 ના રીપોર્ટ નેગેટીવ આવેલ હતા. અને 8 પોઝીટીવ આવેલ હતા. ત્રણેય વિસ્તાોરનું કુલ કોન્ટેલ ટ્રેસિંગ 127 હતું તે બધાજ 127 સરકારી કવોરોનટાઇન કરેલ હતા.

જનરલ હોસ્પિટલ જામખંભાળીયામાં આઇશોલેશન વોર્ડમાં દાખલ કરેલ દર્દીની સંખ્યા હાલ 122 છે. જેમાં પોઝીટીવ દર્દીની સંખ્યા-12, રીફર કરેલ દર્દીની સંખ્યા-1, દાખલ કરેલ દર્દીઓમાથી ડિસ્ચા્ર્જ કરેલ દર્દીની સંખ્યા-11, દાખલ કરાયેલ પોઝીટીવ દર્દીઓમાંથી ડિસ્ચાયર્જ કરેલ દર્દીની સંખ્ય 4 છે. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા અંત્યોદય, એન.એફ.એસ.એ., બીપીએલ. કાર્ડધારકો ઉપરાંત એપીએલ-1, કાર્ડધારકોને વિનામૂલ્યે  અનાજ, કઠોળ, ખાંડનું વિતરણ કરવામાં આવ્યું  છે. અંત્યોદય યોજનાવાળા 1,16,500 કાર્ડ ધારકોના ખાતામાં રૂ.1000/- જમા કરવવામાં આવ્યા છે.

રવિ માર્કેટીંગ સીઝનમાં ઘઉંની ખરીદી ચાલુ છે. 3715 જેટલા ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આજસુધી 115 જેટલા ખેડુતો પાસેથી ખરીદી થઇ શકેલ છે, આ સમિક્ષા બેઠકમાં જિલ્લા્ વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, પોલીસ વડા રોહન આનંદ, નિવાસી અધિક કલેકટર કે.એમ.જાનિ, પુરવઠા અધિકારી પ્રશાંત મંગુડા, મુખ્ય જિલ્લા આરોગ્યઅધિકારી પટેલ, તથા લગત કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.