ગોંડલના રાજવી પેલેસમાં લાખોની ચોરી

એન્ટિક ચીજવસ્તુઓ નો પણ સમાવેશ

ગોંડલના રાજવી પેલેસમાં લાખોની ચોરી

mysamachar.in:રાજકોટ

ગોંડલના નવલખા પેલેસમાં તસ્કરોએ ચાંદી રૂમ તેમજ ભગવતસિંહજી સ્ટેચ્યુ રૂમના તાળાં તોડી ચાંદીની એન્ટિક વસ્તુઓ તેમજ પીળી ધાતુની વસ્તુઓની મળીને લાખો રૂપિયાના ચોરી થયાનો બનાવ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે 

ગોંડલ રાજવી પરિવારના નવલખા પેલેસ મ્યુઝિયમમાં દશ દિવસ પહેલા તસ્કરોએ પ્રવેશ કરી મહારાજા સર ભગવતસિંહજીના સ્ટેચ્યુ રૂમ અને ચાંદી રૂમના તાળાં તોડી રાજવી સમયમાં રાજવી પરિવારને ભેટમાં મળેલ ચાંદીની ચીજવસ્તુઓ પંચધાતુની વસ્તુઓ તેમજ પીળી ધાતુની વસ્તુઓ જેનું અંદાજીત વજન 29 કિલો અને કિંમત રૂપિયા 10 લાખ જેવી હોય તસ્કરો ચોરી કરી જતા પેલેસના કર્મચારી દર્શનભાઈ જીતેન્દ્રભાઈ પીઠવા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે