ખેડૂતોની ચિંતા દૂર કરતાં સમાચાર, હવામાન વિભાગે કરી આવી આગાહી

ખેડૂતોની ચિંતા દૂર કરતાં સમાચાર, હવામાન વિભાગે કરી આવી આગાહી

Mysamachar.in-અમદાવાદઃ

બે વર્ષથી સતત ધરતીપુત્રો પર વજ્રઘાત જેવી કુદરતી આફત આવી પડી છે, એક વર્ષે ઓછો વરસાદ પડ્યો તો બીજા વર્ષ જરૂર કરતાં વધુ વરસાદ પડ્યો. તો ચોમાસું વીતી ગયા બાદ પણ કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકને નુકશાન પહોંચી રહ્યું છે. જો કે છેલ્લા કેટલાક સમયથી વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે આ વખતે ખેડૂતોની ચિંતા દૂર કરે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે અરબી સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય થઇ છે, પરંતુ તેની અસર ગુજરાતમાં વર્તાશે નહીં. જો કે વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ પડવાની શક્યતા નહીવત છે. અત્રેઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં હાલ 'પવન' વાવાઝોડું સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ હવે આગામી દિવસોમાં વરસાદની શક્યતા દેખાઇ રહી નથી.