લ્યો બોલો ! પાણીની બોટલમાં દારૂની હેરાફેરી

બૂટલેગરોનો નવો કિમીયો

લ્યો બોલો ! પાણીની બોટલમાં દારૂની હેરાફેરી
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

દારૂની હેરાફેરી માટે બૂટલેગરો દ્વારા રોજ નવી નવી તરકીબો અપનાવવામાં આવે છે. આવી જ અજીબોગરીબ તરકીબ અમદાવાદમાં પકડાઇ છે, અહીં એક શખ્સ પાણીની બોટલમાં દારૂ ભરીને હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો છે. શહેરમાં ગોતા બ્રીજ પાસે ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે એક શખ્સ કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યો છે, ત્યારબાદ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરતાં તેની પાસેથી પાણીની બોટલો મળી આવી, જેમાં તપાસ કરી તો 20 લીટર વોડકા દારૂ ભરેલો હતો. તપાસમાં આ વ્યક્તિનું નામ ધર્મેન્દ્ર ઉર્ફે પપ્પુ પટેલ હોવાનું બહાર આવ્યું છે જે દરિયાપુર વિસ્તારમાં રહેતો હતો. તેણે 36 લીટરનો દારૂ આબુરોડ પરથી અલગ અલગ દુકાનેથી ખરીદ્યો હતો અને અમદાવાદમાં છૂટક માગણી કરે તેને ડિલિવરી કરતો હોવાની કબૂલાત આપી છે. પાણીની બોટલમાં દારૂ હોવાનું જાણી પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે ઝડપાયેલા બૂટલેગરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.