યુવકે ગર્લફ્રેન્ડ સાથેના શારીરિક સંબંધોના વીડિયો વોટ્સએપમાં વાયરલ કર્યા

યુવતીની સગાઇ થઇ જતાં યુવકે ન કરવાનું કર્યું

યુવકે ગર્લફ્રેન્ડ સાથેના શારીરિક સંબંધોના વીડિયો વોટ્સએપમાં વાયરલ કર્યા
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

પ્રેમમાં અંધ બની એકાંત પળોને મોબાઇલમાં કેદ કરનારી યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઘટના અમદાવાદમાં બની જ્યાં ગર્લફ્રેન્ડની અન્ય યુવક સાથે સગાઇ થઇ જતા પ્રેમી રોષે ભરાયો હતો અને ગર્લફ્રેન્ડ સાથેના શારીરિક સંબંધોના ફોટો અને વીડિયો મિત્રોના વોટ્સએપ ગ્રૂપમાં શેર કરી દીધા હતા. આ મામલે યુવતીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદના શાહીબાગમાં રહેતી એક યુવતીને ત્યાં જ રહેતાં એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમ સંબંધ રહ્યો હતો. પણ થોડા દિવસ અગાઉ યુવતીની સગાઈ અન્ય યુવક સાથે થઈ હતી. આ મામલે રોષ રાખીને યુવકે પોતાની પાસે રહેલ યુવતીનાં શારીરિક સંબંધોનાં ફોટા અને વીડિયો પોતાના મિત્રોનાં વોટ્સએપ ગ્રૃપમાં શેર કરી દીધા હતા. એટલું જ નહીં, યુવકે યુવતીનાં ભાઈને મારી નાખવાની પણ ધમકી આપી હતી. યુવકની ધમકીથી સૌપ્રથમ યુવતી ડરી ગઈ હતી જો કે હિમ્મત કરી પરિવારજનોને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.