ઉત્તરાયણમાં યુવકનું નાક કપાયું, ડોક્ટરે 40 ટાકા લેવા પડ્યા

બે કલાક સુધી ચાલ્યું ઓપરેશન

ઉત્તરાયણમાં યુવકનું નાક કપાયું, ડોક્ટરે 40 ટાકા લેવા પડ્યા

Mysamachar.in-જામનગરઃ

ઉત્તરાયણની ઉજવણી સૌકોઇએ કરી પરંતુ કેટલાક લોકો માટે આ મજા સજા સાબિત થઇ છે. જામનગર સહિત રાજ્યભરમાં પતંગની દોરીને કારણે ગળા કપાવવાની અનેક ઘટના બની છે, જેમાં જામનગરમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી એક યુવકનું નાક કપાઇ જવાની ઘટના બની હતી, સાયકલ પર જતાં યુવક દોરીની ઝપેટમાં આવી ગયો હતો, દોરીને કારણે યુવકનું નાક જ નીકળી ગયું હતું, સાથે જ આંખની બાજુના ભાગમાં પણ થોડી ઇજા પહોંચી હતી, નાક કપાયેલી હાલમાં યુવકને શહેરમાં આવેલી શ્રીજીહોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં કાન, નાક ગળાના નિષ્ણાંત સર્જન ડોક્ટર નિરજ ભટ્ટે બે કલાક સુધી ઓપરેશન કરી 40 જેટલા ટાકા લઇને યુવકનું નાક જોડી આપ્યું હતું. આ અંગે ડોક્ટર નિરજ ભટ્ટે કહ્યું કે યુવક ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં આવ્યો હતો, અહીં અમે સફળ સર્જરી કરી યુવકના નાક પર 40 જેટલા ટાકા લીધા છે. ઉત્તરાયણની ઉજવણી સૌકોઇએ કરવી જોઇએ પરંતુ ખાસ સાવચેતી પણ રાખવી જોઇએ. આપણી મજા કોઇ માટે સજા ન બને તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.