ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ, પાંચ લોકોનાં કરુણ મોત

મૃત્યુઆંક વધી શકે છે

ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ, પાંચ લોકોનાં કરુણ મોત

Mysamachar.in-વડોદરાઃ

વડોદરાના પાદરા નજીક એક ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં પાંચ લોકોનાં કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયાનું બહાર આવ્યું છે. પાદરા નજીક ગવાસદ ગામમાં એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થયો હતો, બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેની ઝપેટમાં આપેલા પાંચ જેટલા કર્મચારીઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તથા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો છે અને ઘાયલોને પાંચ જેટલી એમ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરાઇ છે. પ્રાથમિક વિગતમાં કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે.