Mysamachar.in:જામનગર
શ્રી જલારામ સેવા ટ્રસ્ટ-હાપાના સેવાયજ્ઞને સાંસદ પૂનમબેન માડમે બિરદાવ્યો હતો, તેમજ જલારામ મંદિરે આરતી-દર્શન-થાળનો લ્હાવો લીધો હતો, જામનગર નજીક આવેલ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ-હાપાના નેજા હેઠળ,હાલની કોરોનાની મહામારીના પ્રકોપ વખતે હાપા તેમજ જામનગરના જુદા જુદા વિસ્તારોના હજ્જારો જરૂરીયાતમંદ લોકોને બે ટંક ભોજન વિતરણ કરવાનો સેવાયજ્ઞ અવિરત છે, તેની મુલાકાત લઇ સાંસદ પૂનમબેન માડમએ ટ્રસ્ટીઓ-કાર્યકર્તાઓ- સ્વયંસેવકોને બિરદાવી સૌ સેવાભાવીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સમગ્ર આયોજનબદ્ધ વ્યવસ્થાને બિરદાવીને સેવાકાર્યમાં ભાગ લીધો હતો, જામનગર પાસેના હાપામાં શ્રી જલારામ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ ભજન અને ભોજન નો અનેરો સુભગ સમન્વય છે,તેવા સુપ્રસિદ્ધ શ્રી જલારામ મંદિરે મંદિરે, દિવ્ય વાતાવરણમાં, આરતી દર્શન અને થાળ ધરવાનો લ્હાવો લઇ સાંસદ પૂનમબેન માડમએ ,પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં વંદન કરી, સૌ ઉપર કૃપા વરસાવતા રહે તેવી પ્રાર્થના કરી હતી.