Mysamachar.in-જામનગર
જામનગર મહાનગર પાલિકાની જુદી-જુદી બ્રાંચોમા જરૂરી ખર્ચ થાય તે સ્વાભાવિક છે, પરંતુ જો બેફામ નાણા વપરાય એટલુ જ નહી લુંટાવાય તો તો ખરેખર તેના ખુલાસા પુછાવા જોઇએ કેમકે પ્રજાની સેવા માટે કામ કરતા કોર્પોરેશનના વિભાગોના ખર્ચથી પ્રજાનુ હિત ન થાય અને બીજા કોઇનુ હિત સચવાતુ હોય એવુ બનતુ હોવાની ચર્ચાઓ છે,દરેક શાખાઓ ખોટા ખર્ચમા ખુબ નાણા વાપરે છે, તેમાંય કમ્પ્યુટર લાઇટ,ભુગર્ભ, ફાયર વગેરેના તો જાણના ખર્ચ જંગી થઇ રહ્યા છે, તેવુ એનાલીસ્ટો જણાવે છે બલ્ક એસ એમ એસ કરે કે ન કરે કોમ્પ્યુટર શાખા એ ટુંક સમયમા 670૦૦૦ રૂપિયા નુ પાણી કર્યુ તો વળી ફાયર શાખા ભલે આવશ્યક સેવા છે પ્રશંસનીય કામ કરે છે.
પરંતુ તેમ છતા તેના વાહનોના રિપેરીંગ ખર્ચ માપ બહારના હોય છે માત્ર જુજ સમયમાં જ રીપેરીંગ અને ઓઇલ ના એક લાખનો ખર્ચ થયો છે ખરેખર તે વ્યાજબી હશે, વળી સાયરન ખરીદીના અધ ધ ધ રૂ 880૦૦ ખર્ચાયા છે, તેવીજ રીતે લાઇટ શાખા પણ પાછળ રહેતી નથી ડીઝલ ખરીદીના જ ટુંકા ગાળામાં 45૦૦૦ આ શાખાએ વાપરી કાઢ્યા ઉપરથી ગામમા તો અંધારા છે, તો આ ડીઝલનુ આંધણ ક્યા કરાયુ હશે તેવી જ રીતે ભુગર્ભ શાખાએ પણ ખર્ચમા પાછી પાની કરી નથી ઇ-ટેન્ડરમા અડધા લાખથી વધુ ટુકાગાળાની પાઇપ ગટરમા એક લાખથી વધુ અને કોર્ટ કેસ ખરી નકલ વગેરેમા જંગી ખર્ચ કરનારી આ શાખાના ખર્ચાને ન્યાયી કે અન્યાયી એમ કોણ કહેશે? વળી આ ખર્ચાથી પ્રજાનુ હિત થયુ હશે કે નહી કે ચોક્કસ હેતુ માટે આવા ખર્ચા થાય છે તે તપાસની બાબત છે.