લોકસભાની ચુંટણીનું  કાઉન્ટડાઉન શરૂ,કાલે જામનગરમાં પ્રભારીઓ ના ધામા

ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં

લોકસભાની ચુંટણીનું  કાઉન્ટડાઉન શરૂ,કાલે જામનગરમાં પ્રભારીઓ ના ધામા

mysamachar.in-જામનગર:

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી  લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથીજ  તૈયારીઓ શરુ કરી દીધી હોય તેમ દરેક  લોકસભાની સીટ ઉપર પ્રભારીઓની નિમણુંક કરીને દરેક સીટની હાલની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ભાજપના હાઇકમાન્ડે ચક્રોગતિમાન કર્યા છે,અને ગ્રાઉન્ડ લેવલ પર તૈયારી શરુ કરી દીધી છે ત્યારે આજે ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીને દિલ્હીથી હાઈકમાન્ડનું તેડું આવતા રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ સાથે ગુજરાતની ૨૬ બેઠકો માટે જાતિગત સમીકરણોની ચર્ચા કરવામાં આવી હતી અને ગુજરાત કૉંગ્રેસના સંગઠનના ફેરફાર સહિતની બાબતોની પણ ચર્ચા કરવામાં આવી હતી,જામનગર લોકસભાની સીટના પ્રભારી તરીકે ભાજપના સિનિયર આગેવાન રમણભાઈ વોરા, રાજકોટના ધનસુખભાઇ ભંડેરી, યોગેશભાઈ ગોહિલ અને રૂપાબેન શીલૂની નિમણુંક કરવામાં આવી છે ત્યારે જામનગરની લોક્સભાની સીટ કઈ રીતે જાળવી રાખવી અને હાલની શુ સ્થિતિ છે તે સહિતના મુદ્દા ઉપર ચર્ચા માટે આવતી કાલે તા.૯ ના રોજ  ભાજપના નિમાયેલા પ્રભારીઓની  પ્રથમ લાલપુર અને જામજોધપુર તાલુકાના હોદેદારો  સાથે સવારે ૮:૪૫કલાકે બેઠક યોજાશે ત્યારબાદ  સિક્કા શહેર અને જામનગર તાલુકાના હોદેદારોને સાંભળવા માટે જામનગર અટલ ભવન ખાતે ૧૧ વાગ્યે બેઠક મળશે, કાલાવડ ખાતે બપોરે ૨:૪૫કલાકે તેમજ  ધ્રોલ અને જોડિયા તાલુકાના ભાજપના આગેવાનો સાથે ધ્રોલ ખાતે સાંજે ૫:૧૫  વાગ્યે પટેલ સમાજ ખાતે બેઠક મળશે, 

આમ ગુજરાત ભારતીય જનતા પાર્ટી  દ્વારા જામનગર લોક્સભાની બેઠક સહીત તમામ ૨૬ બેઠકો માટે  ગ્રાઉન્ડ લેવલથી તડામાર તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે કોંગ્રેસ લોક્સભાની ચૂંટણીને લઈને દિલ્હી હાઈકમાંડ સાથે જરૂરી ચર્ચાઓ નો દૌર આરંભી દીધો છે,