જામનગર મ્યુ.કમિશ્નર અને મેયરને આપવામાં લીગલ નોટીસ

આવો છે મામલો

જામનગર મ્યુ.કમિશ્નર અને મેયરને આપવામાં લીગલ નોટીસ

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકા હમેશા કોઈ ને કોઈ વિવાદોમાં રહેવા માટે જાણીતી છે,તેવામાં મનપામાં છેલ્લા કેટલાક સમયથી એક કર્મચારીને નિયમોને નેવે મુકીને સીધા જ કાર્યપાલક ઈજનેરના હોદા પર બેસાડવાનો તખ્તો ઘડવામાં આવી રહ્યાનો આક્ષેપ આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે,પ્રધ્યુમનસિંહ જાડેજાએ કમિશ્નર અને મેયર ને અમિત કણસાગરા કઈ રીતે કાર્યપાલક ઈજનેરના પદને લાયક નથી તે તમામ લેખિત રજુઆતો કરેલ છતાં પણ તેને આ પદ પર બેસાડવા માટે ચોક્કસ પ્રકારની ગોઠવણ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ એક્ટીવીસ્ટ દ્વારા કરી અને પોતાના વકીલ મારફત અમિત કણસાગરા ની ભરતી ને લઈને મેયર અને કમિશ્નર ને લીગલ નોટીસ ફટકારવામાં આવતા આ મામલો મનપામાં ચર્ચાનું કેન્દ્ર બની જવા પામ્યો છે,

કાર્યપાલક ઈજનેર ડ્રેનેજ એકની જગ્યા માટે વર્ષ ૨૦૧૬ મા જાહેરાત આપવમાં આવેલ હતી,તે પ્રક્રિયા છેક...૨૦૧૯મા શરૂ કરવાની બાબત શંકા પ્રેરનારી હોવા ઉપરાંત જાહેરાત સંદર્ભની પ્રક્રિયા અનુસરવાની થતી હોય પરંતુ હાલ અનુભવ માટે એક વર્ષના અનુભવ દીઠ ૨ માર્કસ અને વધુમાં વધુ ૧૦ વેઈટેઝ માર્કસ આપીને બીજા ઉમેદવારને ગેરકાયદેસર રીતે પાછળ રાખી દઈ અને જાહેરાત વિરુદ્ધ મનપા દ્વારા થયેલ પ્રક્રિયા રદબાતલ થવી જોઈએ,અને આ લાયકાત પણ સરકાર પાસે મંજુર કરાવવામાં ના આવી હોય ઘરના ભુવા અને ઘરના ડાકલા કરી અને “ચોક્કસ ગોઠવણ”ના ભાગરૂપે અમિત કણસાગરા ને કાર્યપાલક ઈજનેર ડ્રેનેઝ બનાવવાનો કારસો કોર્ટમાં ઢસડી જવાની તૈયારીએ પ્રધ્યુમનસિંહ જાડેજા દ્વારા પોતના વકીલ મારફત આ  લીગલ નોટીસ ફટકારવામાં આવી છે,

હે..આવું પણ હશે...

અરજીમાં લેખિતમાં એવો કથિત આક્ષેપ કરાયો છે કે કેટલાક ચોક્કસ લોકોના ભૂગર્ભગટર ના કામ ચાલે છે,તેમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે ચોક્કસ લોબી મેદાનમાં ઉતરી અને કણસાગરા ને આ તક આપવા માટે આતુર છે,વધુમાં સરકારના નિયમોની એસીતેસી કરીને અમિત કણસાગરાને એક જ જગ્યાએ ચિપકાવી રાખવામાં આવ્યા છે,જે પણ ગંભીર બાબત કોના હિતમાં ચલાવી લેવાઈ તે વેધક સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.