એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે વકીલોની રેલી અને આવેદનપત્ર

વકીલો પર હુમલાની ઘટનાઓમાં વધારો.

એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે વકીલોની રેલી અને આવેદનપત્ર

Mysamachar.in- જામનગર:

જામનગર શહેર અને જીલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં દિનપ્રતિદિન વકીલો પર હુમલા અને હત્યાની ઘટનાઓમા સતત વધારો થઇ રહ્યો છે,તાજેતરમા જ જામનગરના વકીલ કલ્પેશ ફલીયા પર બે શખ્સોએ ખુની હુમલો કરતાં હાલ તે સારવાર હેઠળ છે,ત્યારે આજે જામનગર બાર એસોસિએશનના નેજા હેઠળ વકીલોએ બાઈકરેલી સ્વરૂપે કલેકટરકચેરી ખાતે પહોચ્યા હતા,અને વકીલો પર વધી રહેલા હુમલાના બનાવો સામે એડવોકેટ પ્રોટેક્શન એકટની માંગ સરકાર દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવે સાથે જ જો કોઈ વકીલો હથિયાર લાઇસન્સ માટે અરજી કરે તો તેને તુરંત જ હથિયારના પરવાનાની મંજૂરી આપવા પણ રજૂઆત કરવામા આવી છે.