પોલીસ જેને પાંચ માસથી શોધી રહી છે તે જયેશ પટેલ એ ફોન પર કોને આપી ધમકી,કથિત ક્લીપમાં શું છે ઉલ્લેખ..

અહી કથિત ઓડિયો ક્લીપના અંશો પણ છે

પોલીસ જેને પાંચ માસથી શોધી રહી છે તે જયેશ પટેલ એ ફોન પર કોને આપી ધમકી,કથિત ક્લીપમાં શું છે ઉલ્લેખ..
: :

mysamachar.in-જામનગર:

જામનગરના નામાંકિત ધારાશાસ્ત્રી કિરીટ જોશીની થોડા સમય પૂર્વે તેની ઓફીસ નીચે ટાઉનહોલ નજીક છરીઓ ના ઉપરાછાપરી ઘા ઝીંકી ને હત્યા નિપજાવવામાં આવી હતી અને આ બનાવ સમગ્ર ગુજરાતમા અરેરાટી ફેલાવી દીધી હતી અને આ હત્યા જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ એ સોપારી આપીને કરાવી હોવાનું બહાર આવતા પોલીસ એ હત્યા કેસમાં જયેશ સિવાયના અન્ય મોટાભાગના આરોપીઓને ઝડપી પાડ્યા હતા,

એવામાં વકીલ કિરીટજોશી હત્યા કેસમાં સાક્ષી તરીકે રહેલા હસમુખ દેવરાજભાઈ પેઢડીયા અને તેના ભાઈ જયસુખ ઉર્ફે ટીનો ને જયેશ પટેલ દ્વારા છેલ્લા બે માસથી ફોન પર અવારનવાર ધાકધમકીઓ આપવામાં આવતી હોવાની કથિત ઓડિયો ક્લીપ સાથે ગતસાંજે જયસુખ પેઢડીયાએ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં જયસુખ ઉર્ફે જયેશ પટેલ સામે મિલકત પચાવી પાડવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે,

જે કથિત ઓડિયો ક્લીપ ફરિયાદી પક્ષ તરફથી અમોને મળી છે તેની માય સમાચાર પુષ્ટિ નથી કરતુ,પણ આ ક્લીપ ના અમુક અંશો અત્રે પ્રસ્તુત કર્યા છે જેમાં રાજકીયનેતાઓ,બિલ્ડરો સહિતનાઓ ની ચર્ચાઓ નો ઉલ્લેખ છે.