સાગર સુરક્ષા કવચમાં લેન્ડીગ પોઇન્ટ ચેક કરાયા??

બે દિવસમા જ સબસલામત???

સાગર સુરક્ષા કવચમાં લેન્ડીગ પોઇન્ટ ચેક કરાયા??
File Image

Mysamachar.in-જામનગર-દેવભૂમિ દ્વારકા:

મુંબઇમાં થયેલા આંતકી હુમલામાં ઘુષણખોરો દરિયાઇ માર્ગેથી આવ્યા હતાં. જેથી દરિયાઇ સુરક્ષા-વ્યવસ્થા વધુ લોખંડી બનાવવામાં આવી છે તેવો તંત્રનો દાવો છે અને દર વર્ષે જામનગર, પોરબંદર સહિતના દરિયાઇ વિસ્તારોનું સાગર સુરક્ષા કવચ હેઠળ સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવે છે. તાજેતરમા જામનગરની દરિયાઇ વિસ્તારોનું સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યુ અને માત્ર બે-ચાર દિવસમા સબ સલામત જાહેર કરાયુ છે. હાલારના બન્ને જિલ્લાઓ વિશાળ દરિયા કિનારો ધરાવે છે અને સમગ્ર હાલારનો દરિયા કાંઠો સંવેદનશીલ ગણવામાં આવી રહ્યો છે.

દરિયાકાંઠે વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન જળવાઇ રહે અને એક-બીજી એજન્સીના કામોથી એકબીજા પરિચિત થાય તે માટે સાગર સુરક્ષા કવચ ઓપરેશનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અગાઉના બનાવો જેવાકે  મુંબઇ ના ૧૯૯૩ના બ્લાસ્ટનું પગેરૂ જામનગર નીકળેલુ કેમકે આ કાવતરૂ અહી ઘડાયેલુ જે અંગે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાયેલો છે તેમજ ISI એજન્ટ મુજિબ જામનગર શહેર મધ્યમાંથી ઝડપાયેલો  હતો સલાયા અને ખંભાળિયા તેમજ જામનગરમાંથી દાણચોરીનુ સોનુ પકડાયેલુ વગેરે અનેક બનાવ રાજ્ય અને કેન્દ્ર એજન્સીમા નોંધાયેલા છે. માટે પ્રશ્ર્નો એ ઉઠે છે કે બંને જિલ્લામા મળી ૩૪ જેટલા લેન્ડીંગ પોઇન્ટ છે તે ચેક થયા? દરિયા વિસ્તાર પાસે ભલે શંકાસ્પદ ન હોય તો પણ કુબા ઝુપડા અને લાંગરેલા તમામ વહાણ ચેક કરાયા?? માછીમારી બોટો સાથે કોઇ મંજુરી વગરની બોટ છે કે કેમ?? તે ચેક કરાયુ?? દરિયા નજીકથી થતા સંદેશા વ્યવહારો ટ્રેસ કરાયા?? આવા અનેક સવાલ તો ઉભા જ છે જો સઘન અને બારીકાઇ થી ચેક થયુ હશે તો રાષ્ટ્રહિતમા તે થયુ હશે નહિ તો સંવેદનશીલતા એમની એમ રહેશે તેમ સમીક્ષકોનુ તારણ છે.