ભાનુશાળીવાડમા ચાલતા ક્રિકેટના સટ્ટા પર એલસીબીનો દરોડો

૨ ઝડપાયા,અન્ય ના નામો ખુલ્યા

ભાનુશાળીવાડમા ચાલતા ક્રિકેટના સટ્ટા પર એલસીબીનો દરોડો

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમા ચાલી રહેલા ક્રિકેટના સટ્ટાનો એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે,હવાઈચોક નજીક ભાનુશાળીવાડમા આવેલા રાજેશ ઈશ્વરલાલ જોઇશર નામનો શખ્સ રહેણાક મકાને ઇસમો કેપીએલ ૨૦-૨૦ ટુનામેન્ટની મેચો ટી.વી.માં નીહાળી  સેસન તથા મેચના હારજીતના પરિણામો અંગે ક્રિકેટનો સટ્ટો રમતા રોકડ રૂ. ૧૪.૨૦૦/- તથા ટી.વી. મોબાઈલ ફોન વિગેરે મળી કુલ કિ.રૂ. ૪૭.૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓ રાજેશ ઇશ્વરલાલ જોઇસર, રાજેશ બચુભાઈ હરવરા પકડી પાડી તેઓ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

ક્રિકેટ નો ડબ્બો ચલાવનાર પકડવાનો બાકી ઇસમો

-૬૦-વિનુભાઇ રે. જુનાગઢ

-૫૦-જીતુભાઈ પટેલ રે.ગોકુલનગર,જામનગર

-પી.ઑ.એન.પોન્ટીગ રે.જામનગર

-જે.જે. જીતુ રે.જુનાગઢ

-આર.એમ.એસ. રમેશ રે.જામનગર

-બી.જે. બકુલ જુનાગઢ

-પી.બી.ટી. પ્રભાત રે.જામનગર

-એમ.એસ.મહેશ રે.જામનગર