કચ્છ:આદિપુરમાં એટીએમ બહાર લૂંટનો બનાવ,અંદાજે ૨૫ લાખની થઇ છે લુંટ 

વધુ વિગત અંદર વાંચો

કચ્છ:આદિપુરમાં એટીએમ બહાર લૂંટનો બનાવ,અંદાજે ૨૫ લાખની થઇ છે લુંટ 

mysamachar.in-કચ્છ:

કચ્છના આદિપુરમાં આજે ધોળે દહાડે લાખોની લુંટની ઘટના સામે આવે છે, એક્સીસ બેન્કના એટીએમ બહારથી લૂંટનો બનાવ બન્યો છે,અંદાજે ૨૫ લાખની લુંટ થયાના અહેવાલો રહ્યા છે,સીક્યોરીટી ગાર્ડ ઉપર ફાયરીંગ કરી લૂંટ ચલાવવામાં આવતા સમગ્ર વાતાવરણમા અફડાતફડી મચી જવા પામી હતી,મળતી વિગતો મુજબ એટીએમમાં પૈસા જમા કરાવવા આવેલ વેનમાંથી લુંટ ને અંજામ અપાયો છે,એર્ટીંકા કારમાં આવેલ 3 શખ્સો પૈસા ભરેલ પેટી લઈ ફરાર થઇ ચુક્યા છે,જેમાં પેટીમાં અંદાજે 25 લાખ રોકડ રકમ હોવાનું અનુમાન છે,સ્થાનિક પોલીસ એલીસીબી સહિત આદિપુર પોલીસ ઘટના સ્થળે પર પહોચી છે અને દિનદહાડે બનેલ આ લુંટની ઘટનાનો ભેદ ઉકેલવા મથામણ કરી રહી છે.