દ્વારકાધીશ મંદિરે ઉજવાશે કૃષ્‍ણજન્‍મોત્‍સવ, આ છે દર્શનના સમય

દ્વારકામા શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી પડશે...

દ્વારકાધીશ મંદિરે ઉજવાશે કૃષ્‍ણજન્‍મોત્‍સવ, આ છે દર્શનના સમય

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દ્વારકા ખાતે આગામી તા.૨૪-૦૮-૨૦૧૯ ને શનિવારના રોજ દ્વારકાધિશ મંદિરમાં ૧૨-૦૦ વાગ્‍યે શ્રી ઠાકોરજીના દર્શન યોજાશે. વહિવટદાર કચેરી દ્વારકાધિશ મંદિર દ્વવારકાના જણાવ્‍યા અનુસાર તા.૨૪-૮-૧૯ ના શ્રીજીના દર્શનના સમયનો સવારનો ક્રમ (૧) મંગલા આરતી ૬-૦૦ કલાકે, મંગલા દર્શન ૬-૦૦ થી ૮-૦૦, શ્રીજીના ખુલ્‍લે પડદે સ્‍નાન દર્શન અભિષેકના દર્શન ૮-૦૦ કલાકે, શ્રીજીને અભિષેક પશ્‍ચાત પુજન (પટ/દર્શન બંધ રહેશે) ૯-૦૦ કલાકે, શ્રીજીને સ્‍નાન ભોગ અર્પણ ૧૦-૦૦ કલાકે, શ્રીજીને શ્રૃંગાર ભોગ અર્પણ ૧૦-૩૦ કલાકે, શ્રીજીની શ્રૃંગાર આરતી ૧૧-૦૦ કલાકે, શ્રીજીનો ગ્‍વાલ ભોગ અર્પણ ૧૧-૧૫ કલાકે, શ્રીજીને રાજભોગ અર્પણ ૧૨-૦૦ કલાકે, અનોસર (બંધ) ૧-૦૦ થી ૫-૦૦ તેમજ સાંજનો સમય ઉત્થાપન દર્શન ૫-૦૦ કલાકે, શ્રીજીને ઉત્‍થાપન ભોગ અર્પણ ૫-૩૦ કલાકે, શ્રીજીને સંધ્‍યા ભોગ અર્પણ ૭-૧૫ કલાકે, શ્રીજીની સંધ્‍યા આરતી ૭-૩૦ કલાકે, શ્રીજીને શયન ભોગ અર્પણ ૮-૦૦ કલાકે, શ્રીજીની શયન આરતી દર્શન ૮-૩૦ કલાકે શ્રીજી શયન (મંદીર બંધ) ૯-૦૦ કલાકે તેમજ શ્રીજીના જન્‍મોત્‍સવ દર્શન સમય રાત્રે ૧૨-૦૦ કલાકે શ્રીજી જન્‍મોત્‍સવની આરતી દર્શન તેમજ ૨-૩૦ કલાકે શ્રીજી શયન (મંદિર બંધ) .

-આયોજનની બેઠક કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાના  અધ્‍યક્ષ સ્‍થાને બેઠક મળી

દ્વારકા ખાતે આગામી તા.૨૩/૨૪ ના રોજ જન્‍માષ્‍ટમી ઉત્‍સવ-૨૦૧૯ યોજાનાર છે. આ સમય દરમ્‍યાન દર્શનાર્થી અને યાત્રીકોની ભીડ મોટા પ્રમાણમાં રહે છે. દ્વારકા ઉત્‍સવના આયોજન માટે કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાના અધ્‍યક્ષ સ્થાને સર્કિટ હાઉસ દ્વારકા ખાતે બેઠક મળી હતી. બેઠકમાં કલેકટર મીનાએ સ્‍થાનિક અને બહાર ગામથી આવતા આત્રિકો બહોળા પ્રમાણમાં આ જન્માષ્ટમી ઉત્‍સવના કાર્યક્રમનો લાભ લઇ શકે તેવું આયોજન કરવા તથા દ્વરકા ઉત્‍સવ-૨૦૧૯ સુઆયોજિત રીતે યોજાય અને સંપન્‍ન થાય તે માટે લાગતા વિભાગો / કચેરીઓના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી જરૂરી સુચનો કર્યા હતા.