આજથી વૃશ્ચિક રાશિમાં બુધનો પ્રવેશ, જાણો તમારી રાશિને શું અસર થશે

દિવાળી સુધી ચાલશે આ અસર

આજથી વૃશ્ચિક રાશિમાં બુધનો પ્રવેશ, જાણો તમારી રાશિને શું અસર થશે
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-જામનગરઃ

કહેવાય છે કે જ્યોતિષશાસ્ત્ર પાસે માનવજીવનને સ્પર્શતા દરેક પ્રશ્નોનું શાસ્ત્રીય અને સાત્વિક નિરાકરણ છે, આપણા ઋષિમુનિઓએ માણસના શારીરિક માનસિક અને આત્મિક બંધારણનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે અને તેના આધારે વ્યાપકપણે તેના હકારાત્મક અને નકારાત્મક પાસાઓની વિશદ છણાવટ કરી છે, જેમાં ગ્રહોની મનુષ્યના જીવન પર થતી શુભાશુભ અસર જાણવાનું શાસ્ત્ર એટલે જ્યોતિષશાસ્ત્ર, આવા જ એક બુદ્ધિના ગ્રહ તેવા બુધ આજે રાત્રથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે અન્ય રાશિ પર તેની કેટલીક સારી-નરસી અસર વર્તાશે.

બુધ રાશિના આઠમાં ભાવમાં ગોચર થતા મેષ રાશિના જાતકોના જીવનમાં ઉતાર ચડાવ આવશે. જો કે દિવાળીમાં લક્ષ્મીની કૃપા આ રાશિ પર રહેશે અને તમારી આર્થિક સ્થિતિમાં વધારો થશે. બુધ રાશિ વૃષભના સાતમા ભાવમાં ગોચર કરશે. કારકિર્દીની રીતે વૃષભ રાશિના જાતકોને આનાથી લાભ થશે. આ સમયે તમને સારી તકો અને પરિવારનો સાથ મળશે. બુધ રાશિના આ ગોચરથી મિથુન રાશિની મુશ્કેલીઓ વધશે. તે કોઇ કાનૂની વિવાદમાં પણ સપડાઇ શકે છે. નકારાત્મક વિચારોથી આ સમયે તમારે દૂર રહેવાની ખાસ જરૂર છે. બુધ રાશિની આ વક્રીથી સિંહ રાશિના જાતકોની અચલ અને ચલ સંપત્તિમાં વૃદ્ધિ થશે. પ્રોપર્ટી કે વહાન ખરીદવાના યોગ બવશે. નોકરીમાં પણ તમારા કામના વખાણ થશે. બુધના આ ભ્રમણથી કન્યા રાશિના જાતકોમાં આત્મ વિશ્વાસ વધશે. વિદેશ યાત્રાના યોગ પણ બની શકે છે. સાથે જ વેપાર કે આવકમાં વધારો થવાના યોગ છે. જૂનું દેવું ચૂકવાશે, સામજિક સંબંધો વધશે. સાથે જ તમારા માન સન્માનમાં વૃદ્ઘિ થશે અને આર્થિક લાભ મળશે.

વૃશ્ચિક રાશિમાં બુધનું ગોચર થતા તમારે નકારાત્કમ વિચારોથી દૂર રહેવું પડશે. અને આ સમયે સ્વાસ્થયનું ધ્યાન રાખજો કારણ કે તમે માનસિક તણાવમાંથી પસાર થઇ શકો છો. જો કે તમને ઘન લાભ થવાની પણ સંભાવના છે. બુધના આ ભ્રમણના કારણે ધન રાશિના જાતકોએ વડીલોના સ્વાસ્થયની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જે લોકો નોકરીમાં પરિવર્તન શોધી રહ્યા છે તેમના માટે સારો સમય છે. જો કે આ ઉધાર આપવાનું આ સમયે ટાળજો. મકર રાશિના જાતકોને આર્થિક રીતે ફાયદો થશે. શેરબજાર કે નવી પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી લાભ થશે. કુંભ રાશિના જાતકોને આ સમયે કારકિર્દીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પણ સફળતા પણ મળશે. વળી રોમાન્સના પણ ચાન્સ છે. દાન પુણ્ય કરવાની લાભ મળશે. બુધના આ ગોચરથઈ મીન રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. વિદ્યાર્થીઓ માટે અનેક લાભની તક સર્જાશે. જીવનસાથી તરફથી પણ સન્માન મળશે. અને નોકરીમાં પણ વાહવાઇ મળશે.