જાણી લો..જામનગર જિલ્લામાં ક્યાં તાલુકામાં કેટલો વરસાદ 

જોડીયામાં ૫ ઈંચ

જાણી લો..જામનગર જિલ્લામાં ક્યાં તાલુકામાં કેટલો વરસાદ 

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લામાં ગઈસાંજથી હવામાન વિભાગની પ્રમાણે ફરી વરસાદની શરૂઆત થઇ હોય તેમ લાગી રહ્યું છે, આજે પણ સવારથી જ વરસી રહેલો વરસાદ હજુ સુધી જિલ્લામાં ધીમી પણ મક્કમ ગતિએ વરસી રહ્યો છે, ત્યારે આજે સવાર થી સાંજે ૪:૦૦ કલાક સુધીના વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો..જામનગર શહેરમા એક ઈંચ, કાલાવડમાં અડધો ઈંચ, જામજોધપુરમાં અડધો ઈંચ, ધ્રોલમાં સવા ઈંચ, અને જોડીયામાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ મળી ચાર વાગ્યા સુધીમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.