ખરેખર મંદી છે ? RTOનો આ રિપોર્ટ વાંચી તમે પણ વિચારતા થઇ જશો !

સરકારે રિપોર્ટ જાહેર કર્યો

ખરેખર મંદી છે ? RTOનો આ રિપોર્ટ વાંચી તમે પણ વિચારતા થઇ જશો !
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

RTOને આવક માત્ર લાયસન્સ કે અન્ય કાગળોમાંથી જ નથી થતી, વરવી વાસ્તવિક્તા એ છે કે RTOને વધુ આવક પસંદગીના નંબરમાંથી થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં પસંદગીના નંબર વેચી RTOએ રૂપિયા  300 કરોડ 60 લાખની આવક થઇ ! છે ને મજાની વાત..વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નના જવાબામાં વાહન વ્યવહાર મંત્રીએ આ માહિતી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલ માર્કેટમાં મંદીનો માહોલ છે, પરંતુ આ રિપોર્ટ પરથી લાગી રહ્યું છે કે મંદી માત્ર સામાન્ય વર્ગના લોકોમાં જ છે. પૈસેટકે સુખી પરિવારને ક્યાંય મંદી નડતી ન હોવાનું લાગી રહ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જૂલાઈ- 2014થી જુન- 2019ની વચ્ચે પાંચ વર્ષમાં વાહનોમાં પસંદગીના નંબર મેળવવા માટે કુલ 12,36,818 નાગરીકોએ અરજી કરી હતી. જેમાંથી 11,70,868 નવા રજિસ્ટ્રેશન થઈ રહેલા વાહનોને માંગણી અનુસાર હરાજીથી પસંદગીનો નંબર ફાળવાયો હતો. જેના પેટે સરકારને રૂપિયા 300 કરોડની આવક થઈ છે. જેમાં 1,1111, 786 જેવા નંબર મેળવવા માટે તો રીતસરની લાઇનો લાગી અને કરોડો રૂપિયાનો ભાવ બોલાયો હતો.